ગણેશ ભજન

શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે...

પાર્વતીનો પ્યારો ગણેશ ટનાટન છે...

રિદ્ધિ સિદ્ધિ નો પ્યારો ગણેશ ટનાટન છે...

આવો બેનો આવોસત્સંગ ટનાટન છે...

આવે તેને લાવો સત્સંગ ટનાટન છે...


ગાયો દોહીને મેતો દૂધ ઊકાળ્યા (૨)

દૂધ પીવા આવજો બાપા (૨) દૂધ ટનાટન છે...


માખણ તાવીને મેંતો ચૂરમુ બનાવ્યું (૨)

તાડવા ખાવા આવજો બાપા (૨) લાડવા ટનાટન છે...


મેવા મંગાવી મેંતો મોદક બનાવ્યા (૨)

મોદક ખાવા આવજો બાપા (૨) મોદક ટનાટન છે...


રિદ્ધિ સિદ્વિ સાથે મુષક તેડાવ્યા (ર)

બેસવું હોય તો આવજો બાપા (૨) મુષક ટનાટન છે...


ભકત મંડળે ગણપતિબાપાને તેડાવ્યા (૨)

દર્શન કરવા આવજો ભકતો (૨) બાપા ટનાટન છે...


Post a Comment

0 Comments