પ્રાચીન કાળમાં પદ્મનગરમાં એક ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સોત રહેતો હતો. સંતાનમાં એક પુત્રી હતી. પુત્રીનું નામ મેઘા હતું. પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે ભદ્રા મૃત્યું પામી અને તેથી ભદ્રિકે બીજા લગ્ન કર્યા. તેની નવી પત્ની અશાંતિનો અવતાર હતી તેનામાં ખૂબ જ ઈર્ષા ભરેલી હતી. અને તેથી જ તેનું નામ અનસૂયા હતું. છતાં બધાં તેને અસુયા કહેતા, અને અસુયાએ ઘરમાં પગ મૂકતાં જ પોતાના પતિને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની મેધા પર છાણા થાપાવા માંડ્યા.
મેઘાના માથે તો દુ:ખના ઝાડવા ઊગ્યા. દિવસે કામનો ઢસરડો અને રાતે ઉજાગરો કરતી મેધા મોટી થઈ.પોતાની દીકરીનો યોવનકાળ આવતાં ભદ્રિકને તેના લગ્નની ચિંતા સતાવવા લાગી. પરંતુ અસુયા એટલે કે તેની નવીમાં દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી અને તેથી તેના લીધે મેઘાનો હાથ પકડવા મેઘા સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ન હતું.
એક દિવસ ઋષભ નામના એક ઋષિ ભદ્રકના ઘરે આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા દર્શાવી. ભદ્રિક તો ખૂબ જ ખુશ થયો અને મેઘાને તેમણે ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને મેઘાને પહેર્યા કપડે જ વિદ્યય કરવામાં આવી. આથી અસુયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાશકોરો કર્યો. ઋષભ મુનિ પોતાની પત્નીને સાથે લઈને આશ્રમે જવા નીકળ્યાં. રસ્તામાં નદી આવતાં મુનિ તો તેમાં સ્નાન કરવા માટે ગયાં અને નદી કિનારા પર બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતી જોઈ. અને તેથી તેના મનમાં જિજ્ઞાસા થઈ. એ પૂછવા લાગી. બહેનો તમે કોની પૂજા કરો છો ? ત્યારે એક સ્ત્રી બોલી, ભોળી રે ભોળી ! આજે ભાદરવા માસની અજવાળી ચૌદશ છે.
વિષ્ણુ ભગવાનને રીઝવવા માટે અમે બધા અનંત ચૌદશનું જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે. આ સાંભળીને મેઘા તો રડવા જેવી થઈ ગઈ અને તેણે પેલી બહેનોને કહ્યું, “બહેન ! તમારામાંથી કોઈ મને કૃપા કરીને આ વ્રતની વિધિ કહો.” એક સ્ત્રીએ વ્રતની વિધિ સમજાવતાં કહ્યું, “બહેન ! જો તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો એક શેર અનાજ લેજે. રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું પોતે ખાજે ! એક સુતરનો દોરો લેવાનો અને તે દોરા ચૌદ ગાંઠો વાળી ત્યારબાદ તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તે દોરાની પૂજા કરવી. ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજે.”
મેઘાએ તો તે વખતે જ વૃત લઈ લીધું. સુતરનો ઘેરો ડાબા હાથે બાંધી પૂજા કરી. થોડીવાર બાદ ઋષભમુનિ આવી પહોંચતા બંને આશ્રમ તરફ ચાલતાં થયાં. આશ્રમે પહોંચ્યા બાદ ગૃહસ્થાશ્રમ માંડવની તૈયારી કરી ત્યાં જ ઋષભ મુનિની જ નજર પત્નીના ડાબા હાથ પર બાંધેલા દોરા પર પડી. આથી તેમને વહેમ ગયો કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા માટે આ દોરો બાંધ્યો છે. તેથી તેમણે તે ઘેરો તોડી નાંખ્યો. ઘેરો તૂટતા મેઘાને ખૂબ જ દુ:ખ થયું અને અનંત ભગવાનની પાસે ક્ષમા માંગી અને દોરો દૂધમાં નાખ્યો.
આથી ઋષભમુનિનાં મનમાં વહેમ વધારે દઢ થતો ગયો અને તેથી તેમણે ઘેરો ચુલામાં નાંખ્યો. જાણ્યે અજાણે ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો. અને તેથી અનંત ભગવાન તેમના પર કોપાયમાન થયાં. અને ઋષભ મુનિનો આશ્રમ બળીને ખાખ થઈ ગયો અને તેઓ રાતો રાત ભિખારી જેવા થઈ ગયાં. તેઓને ખાવાના સાસાં પડવા લાગ્યાં. ત્યારે મેઘા પોતાના પતિને સમજાવતાં કહેવા લાગી. હે નાથ ! જાણતાં અજાણતાં તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે. તેથી આપણી આજે આવી દશા થઈ છે.
તેથી ગમે તેમ કરીને અનંત ભગવાનને પ્રસન્ન કરો. આ સાંભળી ઋષભમુનિને ઘણો જ પસ્તાવો થવા માંડ્યો. ચાલ્યાં ગયાં અને ચાલતાં ચાલતાં તેઓ રસ્તામાં એક આંબાના છયે જરા વિશ્રાતિ લેવા માટે બેઠા. અને તે વખતે આંબો બોલ્યો, “હે મુનિ આપ ક્યાં જાવ છો ?” ત્યારે ઋષભમુનિએ આંબાને બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો, “હે મુનિવર ! મારા ફળ કોઈ ખાતું નથી. તેમજ કોઈ પક્ષી પણ મારી ડાળે માળો બાંધતા નથી. તો મારા તો એવા શા પાપ હશે તો મારા દ્વેષનું નિવારણ પૂછતાં આવજો.”
ઋષભ મુનિ ત્યાંથી આગળ ચાલ્યાં તો રસ્તામાં ગાય સળી અને તેઓ ઋષભ મુનિને કહ્યું,“મારા આંચળ ફાટ ફાટ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી.” ઋષભ મુનિ તેને આશ્વાસન આપીને આગળ ચાલ્યાં. ત્યાં રસ્તામાં એક બળદે મળ્યો. બળદે ઋષભ મુનિને કહ્યું કે તેને કોઈ ગાડે જોડતું ન હતું. ઋષભ મુનિએ તેને પણ સાંત્વના આપી, અને આગળ વધ્યાં. ત્યાં રસ્તામાં બે તળાવ મળ્યાં. તેનું પાણી કોઈ પીતું ન હતું. તેથી તેણે પણ ઋષભ મુનિને તેનું નિવારણ પૂછતાં આવવા કહ્યું. ત્યાંથી આગળ જતાં ગધેડો અને હાથી મળ્યાં. એ બંને દુ:ખી હતાં.
ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યાં. વનમાં બધી જગ્યાએ અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય આગળ ભગવાનનાં દર્શન ન થયાં. દીન બનીને જિંદગી જીવવા કરતા મોત ભલુ. એવો વિચાર કરીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા અને બરાબર એ જ સમયે એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવી ચઢ્યો. અને તેણે આત્મહત્યા ઘોર પાપ છે. એમ ઋષભ મુનિને સમજાવ્યું. એમ તેમને દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે ઋષભ મુનિએ તેને જણાવ્યું હું રખડી રખડીને થાકી ગયો પણ મને ક્યાંય અનંત ભગવાનનાં દર્શન થતાં નથી. તેથી મારે મરી જવું છે. આથી હું આત્મહત્યા કરવા તૈયાર થયો છું.
ત્યારે પેલા બ્રાહ્મણે ધીરે ધીરે હસતાં બોલ્યાં જો તમારે અનંત ભગવાનના દર્શન કરવાં હોય તો તમે મારી સાથે આવો. અને પછી તે બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો. અને ત્યાં સાક્ષાત્ અનંત ભગવનનાં તેમને દર્શન થયાં. ઋષભમુનિ તો લાકડીની જેમ તેમના પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યાં.
તે સમયે અનંત ભગવાને ઋષિના બધા જ દ્વેષ માફ કરીને આશીર્વાદ આપતા કહ્યું,“હે મુનિ હવે તમે તમારા આશ્રમ તરફ પ્રયાણ કરો. શ્રદ્ધાપૂર્વક મારુ વ્રત કરજો સુખી થશો .” ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારબાદ રસ્તામાં જે જે સામાં મળ્યાં હતાં એ બધાના દુ:ખનું નિવારણ પૂછ્યું, ત્યારે અનંત ભગવાને કહ્યું, “હે મુનિ ! એ બધાને ગયા જન્મનાં પાપ નડે છે.
આંબો, ગયા ભવમાં ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે કોઈને વિદ્યાનું દાન કર્યું ન હતું. તમે એ આંબાના ફળ તોડજો તેથી તેનું દુઃખ દૂર થશ. ગાય પૃથ્વી હતી. બળદ ધર્મ હતો. તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને કોઈ દિવસ ઘન કર્યું નથી. તેથી આ જન્મે કોઈએ તેનું પાણી પીતું નથી. ગધેડો ક્રોધી માણસ હતો. હાથી અભિમાની રાજા હતો. અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો. અને હવે તમે આશ્રમ તરફ પાછા ફરો.” ઋષભમુનિ અનંત ભગવાનનું મનમાં સ્મરણ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા અને ભાદરવા માસની અજવાળી ચૌદશ આવતાં બંને પતિ-પત્નીએ અનંત ચૌદશનું વ્રત કર્યું.
વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી અને સમય જતાં એક જ્ઞાની પુત્ર ને જન્મ આપ્યો હે અનંત પ્રભુ ! તમે જેમ મેઘાને ફળ્યાં, ઋષભ મુનિને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો.
0 Comments