પુરુષોત્તમ ભગવાન ૧૦૮ નામની ધૂન | Purushottam bhagwan dhun lyrics

 ૧. નમો નમો પુરુષોત્તમરાય, હે પુરુષોત્તમ શરણે લો.

ર. ત્રિલોક તારા ગુણલા ગાય, હે પુરુષોત્તમ શરણે લો.

૩. અધમ ઉધારણ તારું નામ, હે પુરુષોત્તમ શરણે લો.

૪. મળે એનાથી સર્વ આરામ, હે પુરુષોત્તમ શરણે લો.

૫. દેવલોક તને પડતા પાય, હે પુરુષોત્તમ શરણે લો.

૬. ધાર્યું ધરણીધરનું થાય, હે પુરુષોત્તમ શરણે લો.

૭. સફળ કરતાં સૌના કામ, હે પુરુષોત્તમ શરણે લો.

૮. આનંદ આનંદ આઠે જામ હે પુરષોત્તમ શરણે લો.

૯. ગસ્ડગામી છો ભગવંત, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦. સેવે તમને મુનિવર સંત, હે પુરુષોત્તમ શરણે લો.

૧૧. પીળા પીતામ્બર અંગ ધર્યા, હે પુરુષોત્તમ શરણે લો.

૧૨. ભક્તજનોના કામ કર્યા, હે પુરુષોત્તમ શરણે લો.

૧૩. નીલમ ઝળકે મુગટમાંય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૪. શોભા એની વરણી ન જાય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૫. હીરા માણેક, ને રત્ન પોખરાજ, હે પુરુષોત્તમ શરણે લો.

૧૬. પ્રભુજી રાખે સૌની લાજ, હે પુરુષોત્તમ શરણે લો.

૧૭. કૌસ્તુભમણી શોભે કંઠ, હે પુરુષોત્તમ શરણે લો.

૧૮. તમ પ્રભુને રાય ને રંક, હે પુરુષોત્તમ શરણે લો.

૧૯. ગળે એકાવન હેમના હાર, હે પુરુષોત્તમ શરણે લો.

૨૦. મુક્તિ લોકનાં એ છે દ્રાર, હે પુરુષોત્તમ શરણે લો.

ર૧. બાજુબંધ બે બાંય ધર્યા, હે પુરુષોત્તમ શરણે લો.

ર૨. તને સેવતા ભવથી તર્યા, હે પુરુષોત્તમ શરણે લો.

ર૩. ચતુભુજ છો પ્રભુજી આપ, હે પુરુષોત્તમ શરણે લો.

૨૪. મહિમા તમારો અગમ અમાપ, હે પુરુષોત્તમ શરણે લો.

રપ. શંખ ચક્ર શોભે બે હાથ, હે પુરુષોત્તમ શરણે લો.

ર૬. ગદા પદ્મનો લીધો સાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૨૭. શોભો પ્રભુજી સ્વરુપ શ્યામ, હે પુરુષોત્તમ શરણે લો.

ર૮. પાપ-તાપને બાળે કામ, હે પુરુષોત્તમ શરણે લો.

૨૯. મળમાસ આવ્યો પ્રભુની પાસ, હે પુરુષોત્તમ શરણે લો.

૩૦. હરો પ્રભુજી મારો ત્રાસ, હે પુરુષોત્તમ શરણે લો.

૩૧. આંખ વહે અશ્રુ ચોધાર, હે પુરુષોત્તમ શરણે લો.

૩૨. પીડાનો તો નહિ કોઈ પાર, હે પુરુષોત્તમ શરણે લો.

૩૩. કર જોડીને કરે પ્રણામ, ડે પુરુષોત્તમ શરણે લો. *

૩૪. પ્રભુ આવ્યો સાંભળી નામ, હે પુરુષોત્તમ શરણે લો. *

૩પ. જેનું નહીં કોઈ આ જગમાંય, હે પુરુષોત્તમ શરણે લો.

૩૬. એને મળતી પ્રભુની છાંય, હે પુરુષોત્તમ શરણે લો.

૩૭. જગમાં થાતો હુ હેડધૂત, હે પુરુષોત્તમ શરણ લૉ.

૩૮. લોકો ભાગે ભાળી ભૂત, હે પુરુષોત્તમ શરણે લો.

૩૯. શુભ કાર્ય કરે નહિ કોઈ, હે પુરુષોત્તમ શરણે લો.

૪૦. જીવન જાય મારું રોઈ રોઈ, હે પુરુષોત્તમ શરણે લો.

૪૧. જગમાં નહિ મારું કાંઈ માન, હે પુરુષોત્તમ શરણે લો

૪ર. સઘળે સહેતો હું અપમાન, હે પુરુષોત્તમ શરણે લો

૪૩. મારો નથી કાંઈ અધિકાર, હે પુરુષોત્તમ શરણે લો.

૪૪. સહેતો ધૃણા ને ધિક્કાર, હે પુરુષોત્તમ શરણે લો.

૪પ. શરણ જો મુજને ક્યાંક મળે, હે પુરુષોત્તમ શરણે લો.

૪૬. આધિ વ્યાધિ ઉપાધી ટળે, હે પુરુષોત્તમ શરણે લો.

૪૭. નિરાધાર ને વળી અનાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૪૮. હરિવર હેતે ઝાલો હાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૪૯. મુરલીધર કરો મુજ પર મ્હેર, હે પુરુષોત્તમ શરણે લો.

૫૦. જીવન હળાહળ લાગે ઝેર, હે પુરુષોત્તમ શરણે લો.

૫૧. મળમાસ બોલ્યો ગદગદ વેણ, હે પુરુષોત્તમ શરણે લો.

પર. વરસે ગંગા જમના નેણ, હે પુરુષોત્તમ શરણે લો.

૫૩. નથી મને કોઈ દેવ શરણ, હે પુરુષોત્તમ શરણે લો.

પ૪. એમ કહી પકડ્યા છે ચરણ, હે પુરુષોત્તમ શરણે લો.

પપ. હે જગતના પાલનહાર, હે પુરુષોત્તમ શરણે લો.

પ૬. આવ્યો આજ હું આપને દ્વાર, હે પુરુષોત્તમ શરણે લો.

૫૭. ટાળો દુઃખ પ્રભુ હરોને શોક, હે પુરુષોત્તમ શરણે લો.

૫૮. આશા લઈ આવ્યો ગોલોક, હે પુરુષોત્તમ શરણે લો.

૫૯. હરિવરે ઝાલ્યો હેતે હાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૦. મળમાસ તો બન્યો સનાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૧. સુણ સહિત મળ્યું છે નામ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૨. ગોલોક સરખું મળ્યું ધામ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૩. બન્યો મળમાસ પુરુષોત્તમ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૪. બાર માસથી અતિ ઉત્તમ, હે પુરુષોત્તમ શરણે લો.

૬પ. તેજસ્વીને કીર્તિવંત, હે પુરુષોત્તમ શરણે લો

૬૬. અધિશ્વર જેના ભગવંત, હે પુરુષોત્તમ શરણે લો.

૬૭. આ પરમ પુનિત પુરુષોત્તમ માસ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૮. જીવ માત્રની ફળતી આશ, હે પુરુષોત્તમ શરણે લો.

૬૯. સકળ મનોરથ સિધ્ધ જ થાય, હે પુરુષાંત્તમ શરણે લો.

૭૦. કહું પુરુષોત્તમ તણો મહિમાય, હે પુરુષોત્તમ શરણે લો.

૭૧. આ મહીને જે કરતા વ્રત, હે પુરુષોત્તમ શરણે લો.

૭૨. ફળ પામે નર નારી તર્ત, હે પુરુષોત્તમ શરણે લો.

૭૩. કરે જપ તપ તીરથ દાન, હે પુરુષોત્તમ શરણે લો.

૭૪. પામે મુક્તિ તણું વરદાન, હે પુરુષોત્તમ શરણે લો.

૭૫. પૂજા કરે જે ભાવ ધરી, હે પુરુષોત્તમ શરણે લો.

૭૬. લે એના સર્વ વિઘન હરી, હે પુરુષોત્તમ શરણે લો.

૭૭. શ્રદ્ધા ધરી જે જપતા જાય, હે પુરુષોત્તમ શરણે લો.

૭૮. ક્ષય થાય સઘળા પાપ-તાપ, હે પુરુષોત્તમ શરણે લો.

૭૯. પૂજા કરે જે આખો માસ, હે પુરુષોત્તમ શરણે લો.

૮૦. પામે પ્રભુનો પુનિત પ્રકાશ, હે પુરુષોત્તમ શરણે લો.

૮૧. સાક્ષાત્‌ મળતા શ્રીઘનશ્યામ, હે પુરુષોત્તમ શરણે લો.

૮ર. પામે દેવતે દુર્લભ ધામ, હે પુરુષોત્તમ શરણે લો.

૮૩. સ્મરણ કરે જે થઈ એક ચિત્ત, હે પુરુષોત્તમ શરણે લો.

૮૪. સહસ્રગણુ ફળ પામે ખચીત, હે પુરુષોત્તમ શરણે લો.

૮પ. અજ્ઞાની, મુરખ ને ગમાર, હે પુરુષોત્તમ શરણે લો.

૮૬. ધારણ પુરુષોત્તમનો લેજો આધાર, હે પુરુષોત્તમ શરણે લો.

૮૭. લેવા આવે વેકુંઠ વિમાન, હે પુરુષોત્તમ શરણે લો.

૮૮. જાય સદહે વેકુંઠ ધામ, હે પુરુષોત્તમ શરણે લો.

૮૯. પ્રભુ પુરુષોત્તમ કહે શ્રીમુખ, હે પુરુષોત્તમ શરણે લો.

૯૦. શ્રવણ કર તું વચન હે સુત, હે પુરુષોત્તમ શરણે લો.

૯૧. કરશે જે તારો તિરસ્કાર, હે પુરુષોત્તમ શરણે લો.

ઉર. કદી ન થાયે એનો ઉદ્ધાર, હે પુરુષોત્તમ શરણે લો.

૯૩. કરે ના દાન ધરે ન ધરમ, હે પુરુષોત્તમ શરણે લો.

૯૪. સપના માંય ન પામે સરગ, હે પુરુષોત્તમ શરણે લો.

૯૫. તજશે જે પુરુષોત્તમ માસ, હે પુરુષોત્તમ શરણે લો.

૯૬. થાશે કુંભી પાકમાં વાસ, હે પુરુષોત્તમ શરણે લો.

૯૭. વ્રત કરશે જે નર ને નાર, હે પુરુષોત્તમ શરણે લો.

૯૮. ચોર્યાશી થી ઉતરે 'પાર, હે પુરુષોત્તમ શરણે લો.

૯૯. દિવસ ત્રીસ જો વ્રત કરાય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૦. વાંજીયાને તો પુત્ર જ થાય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૧. દુર્ભાગીના જાગે ભાગ્ય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૨. સેવે જે એનું સદ્‌ ભાગ્ય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૩. દુઃખ દારિદ્ર પળમાં જાય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૪. રંક હોય તે થાતા રાય, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૫. પુરુષોત્તમનો મહિમા અપાર, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૬. અંત સમયે પામે તુજ દ્વાર, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૭. કરજોડી કહે “નિર્મલ' નાથ, હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૮. વ્રતધારીનો ઝાલજો હાથ, હે પુરુષોત્તમ શરણે લો.

Post a Comment

0 Comments