હિંડોળાનું સરસ મજાનું નવું કિર્તન 🙏 આવજે તું આવજે મારે ઘેર આવજે.. | Hindola na kirtan lyrics


આવજે તું આવજે મારે ઘેર આવજે,

નંદ જશોદાના લાલ આવજે, 


લીમડા ને આંબલિયાની ઠંડી ઠંડી છાંય છે,

તડકી નથી વ્હાલા જરમર વરસાદ છે,

બાંધ્યો છે હિંડોળો આજ આવજે.. 


ભક્તો જુલાવે વ્હાલા વૈષ્ણવ બોલાવે, 

ઠંડી ઠંડી છાંયમાં હીંચકા ખવડાવે,

ગીત મધુરા ગાય આવજે.. 


ગોપ ને ગોવાળ વ્હાલા સાથે તેડી લાવજે,

ગોપીઓને વ્રજમાંથી બોલાવી લાવજે,

કરશું આનંદ કિલ્લોલ આવજે.. 


માખણ ને મિસરી વ્હાલા તારા માટે રાખશુ,

કાઢીએલ દૂધ પ્રેમથી પીડાવશું,

અજવાળી પૂનમની રાત તું આવજે.. 


વૈષ્ણવ કહે વ્હાલા શ્રાવણી સાંજ છે,

ભાવ ભર્યા ભક્તો તને હેતે જુલાવશે,

જો જો કરીશ ના વાર તું આવજે.. 

અન્ય હિંડોળાના ભજન સાંભળવા માટે અહિયાં ક્લિક કરો

Post a Comment

0 Comments