હૈયું હરખે છે મારુ આજ રે
નીરખી મારા નાથ ને.. હો
હેમના હિંડોળાને રેસમની દોર છે
ભક્તો જુલાવે દિન રાત રે હેમના હિંડોળે
હેમના હિંડોળે પોપટ ને મોર છે
કોયલ કરે છે કિલ્લોલ રે, હેમના હિંડોળે
મથુરાના ક્યાં જુલે, દ્વારકાનો નાથ જુલે
જુલે મારા નંદનો કિશોર રે, હેમના હિંડોળે
વ્રજનો અવતાર જુલે જશોદાનો બાળ જુલે
જુલે મારા માખણનો ચોર રે, હેમના હિંડોળે
ગોપોનો ગોવાળ જુલે, બળભદ્રનો વીર જુલે
જુલે મારા ચિતડાનો ચોર રે, હેમના હિંડોળે
હેમના હિંડોળાની શોભા અપાર છે,
ભક્તોએ ખોયા શાન ભાન રે, હેમના હિંડોળે
હૈયું હરખે છે મારુ આજ રે
નીરખી મારા નાથ ને.. હો
0 Comments