ઝુલો મારાં નંદજીનાં લાલ, હિડોળો હેલે ચડયો છે.
જુલો મારા જશોદાના લાલ - હિડોળો હેલે ચડયો છે.
હિંડોળે ઝુલે રાધાને કૃષ્ણ
ઝુલાવે વ્રજની નાર - હિડોળો હેલે ચડયો છે.
તારા હિડોળે વાલા હિરલા જડેલા
માણેક મોતીનો નહી પાર - હિડોળો હેલે ચડયો છે.
હિરની દોરી અને ઘુઘરી ઝડેલા
ઘૂઘરીનો થાય રણકાર - હિડોળો હેલે ચડયો છે.
ગુલાબ મોગરો હિંડોળે મહેકે
ચંપો ચમેલીને જુઈ -હિડોળો હેલે ચડયો છે.
ઝીણી ઝીણી કળીઓના ઝુમર બનાવ્યા
વસંતીના મુક્યા છે થાક - હિડોળો હેલે ચડયો છે.
ગોકુલની ગોપીઓ મહીડા વલોવશે
ઉતારે મહીના માટ - હિડોળો હેલે ચડયો છે.
હીંચકે જુલાવી વાલા માખણ ખવડાવું
પૂરા લડાવુ વાલા લાડ - હિડોળો હેલે ચડયો છે.
હિંચકે ઝુલાવવા વાલા વૈષ્ણવો આવશે
પ્રેમથી ઝૂલાવે નંદરાય - હિડોળો હેલે ચડયો છે.
સતસંગ મંડળ વાલા તમને રે વિનવે
પ્રેમથી પધારો દીનાનાથ - હિડોળો હેલે ચડયો છે.
0 Comments