હિંડોળાનું નવું કિર્તન "ફૂલડા ગૂંથી હિંડોળો રચાવો" | Hindola KIrtan Lyrics

ફૂલડા ગૂંથી હિંડોળો રચાવો

એમા ગુલાબ કેરા ગોટા મેલાવો રે

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


ફૂલડાની તો મધુર સુગંધ આવે

ઓલી ગોપી સર્વે ઝુમર લઈ આવે રે 

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


કાનો આવ્યો ઝુલવાને કાજે -

એ તો રાધાજીને લાવ્યો એની સાથે રે 

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


વ્રજ વનિતા આવે સર્વે દોડી

એ તો લાવે છે માખણની ગોળી રે 

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


કોક્લિા કાઈ ઝુલાવવાને આવે

સાથે વિશાખા સખીને લાવે રે

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


ઝરમર ઝરમર મેહુલીયો વરસાવે

ત્યાં તો મોર બપૈયા બહુ બોલે રે

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


શ્યામ સખી બહુ બોલડી રે લોલ

એ તો કાના હારે કરે બોલાબોલ રે 

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય


શ્યામ મુજને સપનામાં પધાર્યા

મેં તો કાનાને હરખે ઝુંલાવ્યા રે 

હિંચકો કાનનો ઝગમગ ઝગમગ થાય

Post a Comment

0 Comments