આવતીકાલે થઈ રહ્યો છે,પુરુષોત્તમ માસનો ઉત્તમ એક ખાસ યોગ, જાણો સંપૂર્ણ માહિતી તેમજ કરવાના કાર્યો વિષે !

    મિત્રો, અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્ત્વ છે.અધિક શ્રાવણ માસ ( પુરુષોત્તમ માસ ) 30 જુલાઇ 2023, રવિવારે વૈધૃતિ યોગ બની રહ્યો છે. આમ હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર તો દરેક ગુજરાતી મહિનામાં એકવાર આ વૈધૃતિ યોગ આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં જો આ યોગ આવે છે તો તેને પૂજનીય માનવામાં આવ્યો છે. આ યોગમાં જો કરવામાં આવે છે તો સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે અને 16 વસ્તુઓનું દાન કરવાથી રિદ્ધિ-સિદ્ધિ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

    આ દિવસે વિષ્ણુ ભગવાનની કે પુરુષોત્તમ ભગવાનની વિધિપૂર્વક ફળ ફૂલ પુષ્પ, ચંદન, અક્ષત, કંકુ, તુલસી પત્ર દ્વારા પૂજા કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે ત્યારવાદ આખો દિવસ વ્રત કરવામાં આવે છે તો ભગવાન સર્વે મનોકામના પૂર્ણ કરે છે. 

    આમ જોવા જઈએ તો પુરુષોત્તમ માસમાં બધા જ દિવસો પર્વ, પવિત્ર અને પુણ્ય કરવાના દિવસો જ ગણાય છે, પરંતુ પુરુષોત્તમ માસમાં વૈધૃતિ યોગ જ્યારે રચાય છે ત્યારે તે વધારે ઉત્તમ ગણાય છે. આ દિવસે સ્નાન, પૂજા, જપ, તપ અને દાન શ્રેષ્ઠ પુણ્ય ફળ આપનાર બને છે અને ભગવાન શ્રીકૃષ્ણ જળથી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂરી કરે છે. આ દિવસે શક્તિ પ્રમાણે ખજૂર, કેળા, તલ દાનમાં આપવાથી સંતાપ પ્રાપ્તિ થાય છે. વૈધૃતિ વ્રતમાં ઉપવાસ અથવા એકટાણું કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પણ પ્રભુ પાસેથી મેળવી શકાય છે. આ વ્રતમાં સ્નાન, દાન અને જપનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. આમ તો વૈધૃતિ યોગ શુભ કાર્યો માટે અશુભ છે, પરંતુ અધિકમાસમાં આવતો વૈધૃતિ યોગ ઘણો ફળદાયી નીવડે છે. આપને શુભ કે મંગલી કાર્ય તો નથી કરવાનું પણ પુણ્યનું કાર્ય અને ભગવાનની ભક્તિ કરવાની છે.

    પુરુષોત્તમ માસ કે અધિક માસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. અને તેનું પૌરાણિક રીતે પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની મહત્ત્વની પરંપરા છે. વ્રત ઉપવાસ ધારણા પારણા એકટાણા પણ કરવામાં આવે છે અને આખા મહિનો દેવ-દર્શનમાં વિતાવવાનું પણ કહ્યું છે.


તો આ વૈધૃતિ યોગ નો અવસર મેળવી થાય એટલું અચૂક કરજો. ભગવાનને અમારી પ્રપર્થના છે કે તેઓ આપની સર્વ ઈચ્છા પૂર્ણ કરે અને સુખી સંપતિ પ્રદાનની સાથે લાંબુ નીરોગી આયુષ્ય પણ આપે. જય શ્રી કૃષ્ણ 🙏

Post a Comment

0 Comments