મિત્રો, દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ કરીને દસ દિવસ સુધી કરવામાં આવે છે, આ વ્રતમાં એકટાણું કે ઉપવાસ કરાય છે. નિત્ય માની પૂજા કરવી, આરતી થાળ કરવી અને માતાજી સમક્ષ બેસીને વ્રતકથા વાંચવી. આ વ્રતમાં બહારનું ખાવું નહિ, ઘરનું સાત્વિક ભોજન લેવું. સ્વચ્છતાનું ધ્યાન રાખવું.
આ વ્રત દરમિયાન દસ દિવસ ગળા કે કાંડામાં દશામાનો દોરો પહેરવામાં આવે છે. ત્યારપછી તે દોરો નદી માં પધરાવી દેવામાં આવે છે. કહેવાય છે સાચી શ્રદ્ધાથી આ દસ દિવસ માની ઉપાસના આરાધના કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે, દશામા તેના સર્વ દુખ હરી લે છે. સમસ્યામાંથી મુક્ત કરી સુખી જીવન પ્રદાન કરે છે. કોઈ પણ ગ્રહો નડતાં હોય તો તે સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
તો આવો જાણીએ આવું પવિત્ર મંગળકારી વ્રત દશામાનું વ્રત આ વર્ષે ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે.
દશામા વ્રત પ્રારંભ : અષાઢ અમાસ 17 જુલાઇ 2023 સોમવાર
દશામા વ્રત પૂર્ણ : શ્રાવણ દશમ ( અધિક માસ ) 26 જુલાઇ 2023 બુધવાર
દશામા મૂર્તિ સ્થાપન : 17 જુલાઇ 2023, સોમવાર
0 Comments