મિત્રો, જયા પાર્વતીનું વ્રત 5 દિવસનું કરવાનું હોય છે એટલે કે અષાઢ મહિનાની સુદ પક્ષની 13 થી શરૂ કરીને અષાઢ મહિનાની વદ પક્ષ 2 સુધી કરવાનું હોય છે. આ વ્રત સૌ પ્રથમ મોટા પાર્વતી શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ત્યારબાદ માતા સીતાએ પણ પાર્વતી અને મહાદેવની પૂજા કરી ભગવાન શ્રીરામ જેવા પતિ મેળવ્યા હતા. એટલા માટે આજે આપણે ત્યાં બહેનો જયા પર્વતીનું વ્રત કરી મનગમતો અને સુયોગ્ય વરણી પ્રાપ્તિ કરે છે. આપણાં શાસ્ત્રોમાં આ દરેક વ્રતોનું ખૂબ જ મહાત્મય બતાવેલું છે.
ઘણી બહેનો પતિનું સ્વાસ્થ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે પણ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરે છે. આ વ્રતમાં નિત્ય સવારે વહેલા ઊઠીને ઘર કામ કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની યથાશક્તિ અને વિધિવત પૂજા કરવાની હોય છે. ઘરે પણ કરી શકાય અને મંદિરે જઈને પણ કરી શકાય છે. આ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન એટલે કે ખારું ખાવામાં આવતું નથી. એટલા માટે આ વ્રતને કઠિન વ્રત પણ કહેવામાં આવ્યું છે. પણ છતાં આપણી બહેનો આ વ્રતને સરળતાથી 5 દિવસ કરે છે. તો આવો જાણીએ કે આ વર્ષે આ વ્રત ક્યારે કરવાનું છે, પારણા ક્યારે કરવાના છે, સંપૂર્ણ માહિતી જાણીશું.
અષાઢ સુદ 13 તિથી શરૂઆત - 1 જુલાઇ 2023, 1:16 pm
અષાઢ સુદ 13 તિથી પૂર્ણ - 1 જુલાઇ 2023, 11:07 pm
જયા પાર્વતીની વ્રત શરૂઆત - 1 જુલાઇ 2023, શનિવાર
જયા પાર્વતી વ્રત પૂર્ણ - 5 જુલાઇ 2023, બુધવાર ( રાત્રે જાગરણ )
જયા પાર્વતી વ્રત પારણા - 6 જુલાઇ 2023, ગુરુવાર
આ ઉપરાંત જયા પાર્વતી વ્રત પૂજાવિધિ જાણવા તથા જયા પાર્વતી વ્રતકથા સાંભળવા માટે અહિયાં ક્લિક કરો.
0 Comments