ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. જેમાંથી અષાઢી બીજના દિવસે અનેક સ્થળોએ જગત ના નાથ એવા શ્રી જગન્નાથણી રથયાત્રા કાઢવામાં આવે છે. પ્રભુ સામે ચાલી આવીને તેમના ભક્તોને દર્શન આપે છે, કે જે આપણા ધર્મનો જ નહિ પરંતુ દરેક ધર્મના લોકોનો પર્વ પણ કહી શકાય. કેમકે આ રથયાત્રામાં ફક્ત હિન્દુ જ નહિ પરંતુ દરેક લોકો જોડાઈ શકે છે. તો આવો જાણીએ આઓ પવિત્ર પવન દિવસ આ વર્ષે ક્યારે છે, રથયાત્રા ક્યારે નીકળશે.
અષાઢી બીજ તિથી શરૂઆત - 19 જુન 2023, સોમવાર 11:25 am
અષાઢી બીજ તિથી પૂર્ણ - 20 જુન 2023, મંગળવાર 1:07 pm
અષાઢી બીજ વ્રત - 19 જુન 2023, સોમવાર
રથયાત્રા - 20 જુન 2023, મંગળવાર
0 Comments