ભીમે કરી એકાદશી ભજન ગુજરાતીમાં લખાણ સાથે | BHim agiyaras bhajan lyrics

 આ ભજન સાંભળવા માટે અહિયાં ક્લિક કરો

ભીમે કરી એકાદશી રે એતો નદીએ ન્હાવા જાય રે (2)

જમુનાના પથમાં ભૂલો પડ્યો,

હા રે આડે વગડે અથડાય... ભીમે કરી એકાદશી


ચાલી ચાલી ને આવીયો રે નાની સરિતાની માંય (2)

આચ્છા પાણી ને વહેણ સાંકડા,

હા રે જોઈને થયો ઉદાસ... ભીમે કરી એકાદશી


ભીમે તે મનમાં વિચાર્યું રે વીતી જાય સ્નાન કાળ(2)

સરિતામાં આડો સુઈ ગયો, 

હા રે બાંધી દીધી પાળ... ભીમે કરી એકાદશી


કાંઠે દેવળ મહાદેવનું રે જળ ભરાય છે ત્યાંય (2)

પાર્વતી પુછે છે મહાદેવ ને, 

હા રે આ તે કેવું કહેવાય... ભીમે કરી એકાદશી


નથી વાદળ નથી વીજળી રે નથી વર્ષા નું નામ (2)

ઓચિંતા નીર ક્યાંથી અવિયા

હા રે હમણા ડૂબી જશે ધામ... ભીમે કરી એકાદશી 


શંકર કહે સતી સાંભળો રે એક આવ્યો છે ભકત (2)

સરિતામાં આડો સુઈ ગયો 

હા રે થયો ન્હાવા તત્કાળ... ભીમે કરી એકાદશી


એવો તે ભકત કેવો હશે મને દેખાડો ને દેવ (2)

ગૌરી થયા છે ગાવડી 

હા રે વાઘ બન્યા છે મહાદેવ... ભીમે કરી એકાદશી


ઊંચું કરીને પૂછડું રે આગળ દોડે છે ગાય (2)

પાછળ પડ્યો છે વાઘ કારમો 

હા રે ભીમ પાસે એ જાય... ભીમે કરી એકાદશી


ભીમે જોયું ને ક્રોધ વ્યાપ્યો રે વાઘ મારે છે ગાય (2)

પૂછડું પકડયું છે વાઘ નું 

હા રે એને રોકી લીધો ત્યાંય... ભીમે કરી એકાદશી


વાઘે તે પંજો મારીયો રે ડાબા પડખા ની માય (2)

પડખું ચીરાણું છે ભીમ નું

હા રે રકતધારા વહી જાય... ભીમે કરી એકાદશી


ક્રોધે થયો છે ભીમ આકળો રે આવ્યો જળ ની બહાર(2)

પૂછડું પકડી ને ફેરવ્યું

હા રે કર્યા મારવા વિચાર... ભીમે કરી એકાદશી


અદ્રશ્ય વાઘ ત્યાંતો થઈ ગયો રે ખાલી દીશે છે હાથ (2)

વિસ્મય થઈને ભીમ જોઈ રહ્યો

હા રે પ્રગટ થયા ભોળાનાથ... ભીમે કરી એકાદશી


ચરણે પડી ભીમ બોલીયા રે ધન્ય ધન્ય મારા નાથ (2)

ઓચિંતા દર્શન આજે આપિયા

હા રે વાઘ આવ્યો ન હાથ... ભીમે કરી એકાદશી


પડખું ચીરીને નાસી ગયો રે એને મારી નાખું ઠાર (2)

મહાદેવે હાથ ફેરવ્યો

હા રે આવી આનંદની લહેર... ભીમે કરી એકાદશી


વજ્ર સમું પડખું થઈ ગયું રે મટી ગયું સહુ દુઃખ (2)

આનંદ પામીને ભીમ બોલીયો

હા રે મને લાગી છે બહુ ભુખ... ભીમે કરી એકાદશી


શંકર કહે સતીના દીકરા આજે અન્ન ના ખવાય (2)

આજે જળ ના પીવાય

હા રે આજે નીર્જળા એકાદશી ... ભીમે કરી એકાદશી


આજે ઉપવાસ કરીશ પ્રેમથી રે પછી ઘણું બધું ખાઈલે (2)

મારી કૃપા થી પચી જશે

હા રે બહુ બળીયો તું થાય. .. ભીમે કરી એકાદશી


દ્વાદશી એ ઝેર દીધું ભીમ ને રે કરી કૌરાવો રે રોષ(2)

એકાદશી ના વ્રત ના પ્રભાવથી

હા રે એને વ્યાપ્યું નહીં વિષ... ભીમે કરી એકાદશી

Post a Comment

0 Comments