ભીમ અગિયારસ ( નિર્જળા એકાદશી ) 2023 માં ક્યારે છે ? વ્રત ક્યારે કરશો ? જાણો સંપૂર્ણ વિગત | Nirjala ekadashi 2023 Date

મિત્રો કહેવાય છે કે કોઈ પણ એકાદશીનું વ્રત કરવું એ સ્વયં ભગવાન વિષ્ણુની ભક્તિ જ છે કેમકે પ્રભુને એકાદશીની તિથી અત્યંત પ્રિય છે. તેથી જો કોઈ વ્યક્તિ આ આગિયારસનું વ્રત શ્રદ્ધા અને પ્રેમ ભક્તિ પૂર્વક રાખે છે તો ભગવાન તેને તેનું લોક એટલે કે ગૌલોક માં સ્થાન આપે છે અને આપણને પ્રભુની સેવા કરવાનો લાભ મળે છે. એકાદશીનું વ્રત એકમાત્ર એવું વ્રત છે કે જે કરવાથી વૈકુંઠ લોક મળે છે.

    આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીના વ્રતના નિયમોનું પાલન એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પછીથી જ કરવામાં આવે છે. અને આ દિવસે ભોજનમાં કઈ લેવામાં આવતું નથી અને તેમ શક્ય ન હોય તો ફળાહાર કે દૂધ લઈ શકાય છે. અને મિત્રો આ એકાદશીએ નિર્જળા ઉપવાસનું મહત્વ અધિક છે એટલે કે જળ ગ્રહણ કર્યા વગરનો એકાદશીનો ઉપવાસ. તો આપનું સ્વાસ્થય સારું હોય તો આ એકાદશીએ નિર્જળા ઉપવાસ જરૂર રાખવો જોઈએ. 

વ્રત કરનારે ભગવાન વિષ્ણુના 1008 નામનો પાઠ કરવો અને આ ઉપરાંત નારાયણ કવચનો પાઠ, શ્રીમદ ભાગવતનો પાઠ, શ્રી કૃષ્ણ ભગવાનનો પાઠ અને ૐ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની ઓછામાં ઓછી 1 માળા તો અવશ્ય કરવી. અને તે ઉપરાંત એકાદશીની કથાનું પઠન, શ્રવણ કરવું અને કોઈ નજીકના મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા અને ત્યાં બેસવું અને સત્સંગ કરવો.

    જો આપે આજ નિર્જળા ઉપવાસ કર્યો હોય તો આજે કોઈ પણ પ્રકારનું કાર્ય કે કોઈ ચિંતા નહિ કરવી અને આપનું મન પ્રભુ ભક્તિમાં રાખવું. આજના દિવસે કોઈ સાથે લડવું નહિ, કોઈનું અપમાન ન કરવું, કોઈ સાથે દુર્વ્યવહાર ન કરવો, કોઈને કડવા શબ્દો કહેવા નહિ, ગુસ્સો કરવો નહિ, આ દિવસે આપણાથી નાના તેમજ મોટાં તમામ લોકો સાથે સારી રીતે વ્યવહાર કરવો, ઈર્ષ્યા કે નિંદા કૂથલી કરવી નહિ, કોઈના ઘરની વાતું કરવી નહિ, માતા પિતાના તેમજ વડીલોના આશીર્વાદ લેવા. તેમજ આજના દિવસે આપણે આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે જવો ન જોઈએ. 

તો આવો જાણીએ કે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાનું ક્યારે છે ? વ્રતના શુભ મુહૂર્ત તેમજ પારણા કયા સમયમાં ક્યારે કરવાના રહેશે. 

નિર્જળા એકાદશી તિથી શરૂઆત : 30 મે ના રોજ બપોરે 01:07 વાગ્યે

નિર્જળા એકાદશી તિથી પૂર્ણાહુતિ :  31 મેના રોજ બપોરે 01:45 વાગ્યે 

નિર્જળા એકાદશી વ્રત : 31 મે 2023, બુધવાર

સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય : સવારે 05:24 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી 

એકાદશીના પારણા સમય : 1 જૂન 2023 સવારે 05:24 થી 08:10 વાગ્યા સુધી

Post a Comment

0 Comments