શ્રી રામ માળા 108 મણકા ગુજરતી લખાણ સાથે | Ram mala 108 Manka Lyrics | Ram navami 2023

બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય 🙏

પુન્ય પવિત્ર છે મંગળનામ; શ્રીરામ જયરામ જયજય રામ

સમરી લે મન પુરણકામ; શ્રીરામ જયરામ જયજય રામ

એમાં ના કંઈ બેસે દામ; શ્રીરામ જયરામ જયજય રામ

સર્વ રીતે છે લાભનું કામ; શ્રીરામ જયરામ જયજય રામ

એથી સદાય વધે ધનધામ; શ્રીરામ જયરામ જયજય રામ

વાંચ્છીત ફળ દેનારૂં નામ; શ્રીરામ જયરામ જયજય રામ

લેવા જેવું જગમાં છે નામ; શ્રીરામ જયરામ જયજય રામ

નામ સદાએ છે સુખધામ; શ્રીરામ જયરામ જયજય રામ

હરતાં ફરતાં કરતાં કામ; શ્રીરામ જયરામ જયજય રામ

મારે મન એ હરિનું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભજ ઘડીક તજીને ઘરનાં કામ; શ્રીરામ જયરામ જયજય રામ

આનંદ રેશે આઠે જામ; શ્રીરામ જયરામ જયજય રામ

એ ધરણીધર છે સુખધામ; શ્રીરામ જયરામ જયજય રામ

તારા બગડેલ સુધરશે કામ; શ્રીરામ જયરામ જયજય રામ

મનુષ્ય જનમની સાચી લ્હાણ; શ્રીરામ જયરામ જયજય રામ

જેથી મટે ચોરાશી ખાણ; શ્રીરામ જયરામ જયજય રામ

જીભ દીધી તો રટીલે રામ; શ્રીરામ જયરામ જયજય રામ

સુખી થવાનું સાચું કામ; શ્રીરામ જયરામ જયજય રામ

નિર્બળના એ બળ છે રમ; શ્રીરામ જયરામ જયજય રામ

માટે રટી લ્યો રૂડા રામ; શ્રીરામ કયરામ જયજ્ય રામ 

દિન જનોના છે વિશ્રામ; શ્રીરામ જયરામ જયજય રામ

હરિ વિના છે સર્વ હરામ; શ્રીરામ કષરામ જયજ્ય રામ 

રામનામ તો તિરથ ઘામ; શ્રીરામ જયરામ જયજય રામ

હરિ વિના મંદિર સુમસામ; શ્રીરામ જયરામ જયજય રામ

જાણી સુખ દુઃખ સર્વ સમાન; શ્રીરામ જયરામ જયજય રામ

હરિને ભજતાં મળશે આરામ; શ્રીરામ જયરામ જયજય રામ

રામ ભજી લે રાખી હામ; શ્રીરામ જયરામ જયજય રામ

એમાં કાયરનું નહિં કામ; શ્રીરામ જયરામ જયજ્ય રામ

શ્વાસે શ્વાસે જપ તું હરિનામ; શ્રીરામ જયરામ જયજય રામ

લઈ જાશે એ વૈકુઠધામ; શ્રીરામ જયરામ જયજય રામ

સંતોનું જીવન સુખધામ; શ્રીરામ જયરામ જયજય રામ

પછી ભટકવાનું શું કામ; શ્રીરામ જયરામ જયજય રામ

સાચું જગમાં હરિનું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

અન્ય કશું ન આવે કામ; શ્રીરામ જયરામ જયજય રામ

કરીએ કીર્તન જો આઠે જામ; શ્રીરામ જયરામ જયજય રામ

વિશ્વપતિ આપે આરામ; શ્રીરામ જયરામ જયજય રામ

સાચુ એ ધન છે હરિનું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

સ્થિર ઠરી ઠરવાનું ઠામ; શ્રીરામ જયરામ જયજય રામ

અહલ્યાના તારક ઘનશ્યામ; શ્રીરામ જયરામ જયજય રામ

સેવકના સાચા છે સુખધામ; શ્રીરામ જયરામ જયજય રામ

તજીને જુઠા ધન ને ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

રટી લ્યોને એ રૂડા રામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભજ તજી તાડુ સર્વ ગુમાન; શ્રીરામ જયરામ જયજય રામ

તે વિણ નહિ પામો આરામ; શ્રીરામ જયરામ જયજય રામ

સાચા સહાયક છે સીતારામ; શ્રીરામ જયરામ જયજય રામ

જપી લ્યો છોડીને સૌ કામ; શ્રીરામ જયરામ જયજય રામ

હરિને ભજતા ના હારો હામ; શ્રીરામ જયરામ જયજય રામ

હારેલાના એ છે વિશ્રામ; શ્રીરામ જયરામ જયજય રામ

આ બે દિનનો છે દામદમામ; શ્રીરામ જયરામ જયજય રામ

કાયા પણ કૈ નહિ આવે કામ; શ્રીરામ જયરામ જયજય રામ

ઉમા સહિત શિવ જપતા નામ; શ્રીરામ જયરામ જયજય રામ

કલ્પતરૂ ઠરવાનું ઠામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભજ મુકી માયા ધન ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

સાચો હરિરસ અમૃત જામ; શ્રીરામ જયરામ જયજય રામ

હરિને હર બેઉ એક સમાન;શ્રીરામ જયરામ જયજય રામ

તે પણે જપતા સદા શ્રીરામ; શ્રીરામ જયરામ જયજય રામ

નગદ નારાયણ હરિનું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

એવા પ્રભુ લાખો પ્રણામ; શ્રીરામ જયરામ જયજય રામ

બતલાવ્યું ગુરુએ સાચું જ્ઞાન; શ્રીરામ જયરામ જયજય રામ

પોતાનો જાણી પાળે રામ; શ્રીરામ જયરામ જયજય રામ

તજીને જગનાં બીજા કામ; શ્રીરામ જયરામ જયજય રામ

(તમે) ધુન મચાવો ઠામોઠામ; શ્રીરામ જયરામ જયજય રામ

કરીએ જો કીર્તન આઠે ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

બનતું એ તો તીરથ ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

દેહ જતાં પુનિતે ઉચ્ચાર્યું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

(કરી) સ્મરણ ગયા છે વેકુંઠધામ; શ્રીરામ જયરામ જયજય રામ

નિતનિત લેવું એક્જ નામ; શ્રીરામ જયરામ જયજય રામ

સદાય રહે ઉરમાં આરામ; શ્રીરામ જયરામ જયજય રામ પ

જાણે અજાણે ભજીએ રામ; શ્રીરામ જયરામ જયજય રામ

ચઢતો વ્હારે એ સુંદર શ્યામ; શ્રીરામ જયરામ જયજય રામ

કરવાનું જગમાં એક જ કામ; શ્રીરામ જયરામ જયજય રામ

રામ વિના સુખ શા કામ; શ્રીરામ જયરામ જયજય રામ 

સંતો ગાતાએ ગામે ગામ; શ્રીરામ જયરામ જયજય રામ

(એ)નામમાં સાચો છે આરામ; શ્રીરામ જયરામ જયજય રામ

શસાચુએ સુખનું શાંતિ ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

દુઃખીયાનાં દુઃખ દુર થાય તમામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભક્તોનું રક્ષણ કરતા રામ; શ્રીરામ જયરામ જયજય રામ !

(વળી) દેતા સૌને સરખા ધામ; શ્રીરામ જયરામ જયજય રામ

સાચા સંતોના એ અભિરામ; શ્રીરામ જયરામ જયજય રામ

તેથી પામ્યા કંઈ અવિચળધામ; શ્રીરામ જયરામ જયજય રામ

બની મસ્તસદા ગા હરિનું ગાન; શ્રીરામ જયરામ જયજય રામ

સફળ થશે તારાં સૌ કામ; શ્રીરામ જયરામ જયજય રામ

કર રટણ હરિનું ભૂલીને ભાન; શ્રીરામ જયરામ જયજય રામ

જેથી રસ તારા સો કામ; શ્રીરામ જયરામ જયજય રામ

પરભવનું ભાથુ હરિનું નામ; શ્રીરામ જયરામ જયજય રામ

અંત સમય એ આવે કામ; શ્રીરામ જયરામ જયજય રામ

અધમોદ્ધમ ઉદ્ધારક રામ; શ્રીરામ જયરામ જયજય રામ

એ ઘનશ્યામ છે પુરણ કામ; શ્રીરામ જયરામ જયજય રામ

રમી રહ્યા રગરગમાં રામ; શ્રીરામ જયરામ જયજય રામ

દોડીને આવીને કરતા કામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભીડ પડૅ ભેરૂ એ રામ; શ્રીરામ જયરામ જયજય રામ

અંત સમય ઠરવાનું ઠામ; શ્રીરામ જયરામ જયજય રામ

ભજ વડીલોને કરી પ્રણામ; શ્રીરામ જયરામ જયજય રામ

તો ભવપાર ઉતારે રામ; શ્રીરામ જયરામ જયજય રામ

રાવણ કુળ સંહારક રામ; શ્રીરામ જયરામ જયજય રામ

પતિત પાવન કરતા રામ; શ્રીરામ જયરામ જયજય રામ

સંકટમાં સુખ દેનારૂ નામ; શ્રીરામ જયરામ જયજય રામ

તે વિણ ના કોઈ ઠરવા ઠામ; શ્રીરામ જયરામ જયજય રામ

શરણુ હરિનું સાચુ સુખધામ; શ્રીરામ જયરામ જયજય રામ

ક્ષમા કરે એ ભૂલ તમામ; શ્રીરામ જયરામ જયજય રામ

અવધપુરીના રાજા રામ; શ્રીરામ જયરામ જયજય રામ

અંત સમયે આપે આરામ; શ્રીરામ જયરામ જયજય રામ

નિર્ધનનું સાચું ધન હરિનામ; શ્રીરામ જયરામ જયજય રામ

ખરી ભીડમાં આવે કામ; શ્રીરામ જયરામ જયજય રામ

આધાર કળીમાં હરિના નામ; શ્રીરામ જયરામ જયજય રામ

કીર્તનથી જાતા પાપ તમામ; શ્રીરામ જયરામ જયજય રામ

જ્યરામક્હેભજ મનથી રામ; શ્રીરામ જયરામ જયજય રામ

કરશે એ તારુ ધાર્યું કામ; શ્રીરામ જયરામ જયજય રામ

બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય 🙏

શ્રી રામનવમી વ્રતકથા સાંભળો 

શ્રી રામ રક્ષા સ્તોત્ર અર્થ સહિત

શ્રી રામ ભજન

Post a Comment

0 Comments