11 ડિસેમ્બરે માગશર માસની સંકટ ચતુર્થી વ્રતકથા | Sankat chaturthi vrat katha

 જય શ્રી ગણેશ 🙏

    મિત્રો આપણા ધર્મમાં દરેક વ્રતનો વિશેષ મહિમા છે. દરેક માસમાં અનેક વ્રત આવે છે કે જેને ધારણ કરવાથી અને વિધિપૂર્વક તેનું પાલન કરવાથી તેનું આપણને ફળ મળે છે. તો તેમાંથી જ 1 વ્રત એટલે કે ભગવાન શ્રીગણેશનું સંકટ ચતુર્થીનું વ્રત. આજે આપણે માગશર મહિનામાં આવતી " ગજકર્ણ સંકટ ચતુર્થી " વ્રતની પૂજાવિધિ અને કથા જાણીશું. 


ગણેશ ચતુર્થી પૂજાવિધિ :

સૌ પ્રથમ ગણેશજીની મૂર્તિ/પ્રતિમા બાજોઠ પર ઘઉં, મગ, જુવાર ઉપર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપના કરો. ગણપતિની જમણી તેમજ ડાબી બાજુ રિદ્ધિ સિદ્ધિના પ્રતીક સ્વરૂપ એક એક સોપારીની સ્થાપના કરો. 

ત્યારપછી વ્રતનો સંકલ્પ લઈને ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને જળ, ચંદન, સિંદૂર, ચોખા, ફૂલ, ફળ, અબીલ, ગુલાલ, દૂર્વા અને શ્રદ્ધા મુજબ ગણેશજીને ધૂપ-દીપ દર્શન કરો. પૂજા પૂર્ણ થાય પછી આરતી કરો.

આરતી પછી ભગવાનને 21 લાડુનો ભોગ લગાવો. તેમાં 5 લાડુ મૂર્તિ પાસે રાખો અને 6 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો.અને જો લાડુ ધરાવી શકો તેમ ન હોય તો માત્ર ગોળ પણ ધરાવી શકે છે.  પછી બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજે ચંદ્રને અર્ધ્ય આપી વ્રત કરનાર ભોજન ગ્રહણ કરો.

આ સાંભળો : ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર અનુવાદ સાથે 

માગશર માસ સંકટ ચતુર્થી વ્રતકથા :

    સુતજી કહે છે, " માગશર માસમાં આવતી સંકટ ચતુર્થીને "'ગજકર્ણ ચતુર્થી' કહેવાય છે. ગજકર્ણ એટલે હાથી જેવા કાન. ગજને સાક્ષાત બ્રહ્મ કહે છે. આ ચતુર્થીનું વ્રત સ્વયં હનુમાનજી એ કર્યું હતું કે જેની કથા હવે આપણે જોઈએ. 

    પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં દશરથ નામના પ્રતાપી રાજ્ય થઈ ગયા. તેઓ શિકારપ્રિય હતા. એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમણે એક જલાશયમાં કોઈ પાણી પીતું હોય તેવો અવાજ સંભળાયો. તેઓ લક્ષ્યવેધી હતા. તેઓ સંજય કે જ]કોઈ પરની અહિયાં પાણી પીવે છે. તેમણે બન સાંધ્યું અને તીર છોડ્યું. તે તીર શ્રવનકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું. જે જળાશય માંથી પોતાના મોટા પિતા માટે પાણી ભરવા આવ્યો હતો. બન વાગતા શ્રવનકુમારના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને રાજ્ય દશરથ તેની નજીક ગયા. શ્રવણકુમાર પાસેથી વિગત જાની તે જળ ભરીને તેના મોટા પિતા પાસે ગયા. તેના મોટા પિતા એ જ્યારે આ હકીકત જાની ટીએ રાજા દશરથને શ્રાપ આપ્યો કે 'અમે આજે પુત્રશોકમાં મરી રહ્યા છીએ, તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો.' આથી રાજાને ઘણી ચિંતા થઈ. 

સાંભળો - શ્રીગણેશ 108 નામ પાઠ

    પુત્રપ્રાપ્તિ માટે દશરથ રાજાએ યજ્ઞ કરાવ્યો અને તેને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ કે જેમાં સૌથી મોત શ્રીરામ હતા. શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા. પછી રાજા દશરથે શ્રીરામને ગાદી પર બેસાડવા નક્કી કર્યું. ત્યાં કૈકેયીના કહેવાથી રામ-લક્ષ્મણ-જાનકીને વનમાં જવું પડ્યું અને શ્રાપ પ્રમાણે દશરથ પુત્ર ના વિયોગમા મૃત્યુ પામ્યા. 

    આ બાજુ રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે. વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો. રાવણ સિતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો અને સિતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ. શ્રીરામ સુગ્રીવને અપહરણની વાત કરી. સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું. સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી. તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશામાં આગલલ વધે છે, ત્યાં રસ્તામાં ગિધરાજ સંપાતીનો ભેટો થયો. સંપાતીએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું, ત્યારે વાનરો કહે છે : દશરથ પુત્ર શ્રીરામની પત્ની સિતાજીનું કોઈ અપહરણ કરી લઈ ગયું છે, તેમની શોધમાં અમે નીકળ્યા છીએ.'

સાંભળો - સંકટ નાશન ગણેશ સ્તોત્ર

    આ સાંભળી સંપાતીએ કહ્યું, : "શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણત્યાગ કર્યો હતો. શ્રીરામના તમે સેવક છો, એટલે તમે બધા મારા મિત્રો છો. સિતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું. તે કયા છે તેની પણ મને ખબર છે. અહીથી થોડે દૂર સમુદ્ર છે. તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે. તે નગરીમાં સિતાજીને રાવણે રાખેલી છે. 

સાંભળો : શ્રી ગણેશ કવચ અનુવાદ સાથે

    સંપાતીની વાત સાંભળી વાનરો વિચારમાં પદ ગયા કે સમુદ્રની સામે પાર કેવી રીતે જવું ? ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી ? સંપાતી વાનરોની મુંજવણ કળી ગયો. તે કહે : " તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે. તે ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે."સંપાતીની વાત સાંભળી હનુમાનજી કહે છે, " હે સંપાતી ! આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું ? અમારા બધા વાનરો સમુદ્ર પર કરવામાં અસમર્થ છે, તો હું એકલો કેવી રીતે સમુદ્ર ઓળંગીને જઈશ ?"

    હનુમાનજીની વાત સંભિ સંપાતીએ કહ્યું :" હે મિત્ર ! તમે માગશર માસની સંકટ ચતુર્થીનું વ્રત કરો. આ વર્તન પ્રભાવથી તમે જરૂર સમુદ્ર પાર કરવા સમર્થ થશો."

સાંભળો - શ્રીગણેશ ચાલીસા અનુવાદ સાથે

    સંપાતીની વાત સાંભળી હનુમાનજીએ આ સંકટ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન પૂર્વક કર્યું. ભગવાન શ્રીગણેશના આશીર્વાદ મેળવ્યા અને ત્યારપછી તેઓ સમુદ્ર ઓળંગવા તેઓ સમર્થ થયા. આ લોકમાં આ વ્રત જેવુ સુખદાયક બીજું કોઈ વ્રત નથી.

Post a Comment

0 Comments