કમુરતા આ દિવસથી શરૂ થાય છે ! આ કાર્યો હવે કરી શકાશે નહિ | આ વસ્તુઓનું દાન તમારા માટે શુભ રહેશે | Dhanurmas 2022



જય શ્રી કૃષ્ણ  🙏

    મિત્રો, આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્ય કરવાના હોય ત્યારે સારા મુહૂર્ત જોઈએ છીએ. જો સારું મુહૂર્ત હોય નહિ તો તે સમયમાં આપણે કોઈ કાર્ય કરતાં નથી. તો એવો જ સમયગાળો કે જેને આપણે કમુરતા તરીકે ઓળખીએ છીએ. જેને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ધનુર્માસ એટલે કે સુર્ય ની સંક્રાંતિ ધન રાશિમાં થવી. સુર્ય દરેક રાશિમાં 1 મહિના સુધી રહે છે, તેથી આ કમુરતા ( ધનુર્માસ ) એક મહિનો સુધી ચાલે છે. એટલે આ વર્ષે આ માસ 16 ડિસેમ્બર 2022 શુક્રવારે સવારે 9:59 કલાકે શરૂ થાય છે અને 14 જાન્યુઆરી એ રાત્રે 8:46 કલાકે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશતાની સાથે ધનુર્માસ ( કમુરતા ) નો અંત થશે. 

આ માસ દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો ( સગાઈ, લગ્ન, મુંડન, જમીન - મકાન ખરીદવું, નવા ધંધાની શરૂઆત, કળશ પૂજન, ગૃહપ્રવેશ વગેરે ) કરવામાં આવતા નથી પરંતુ ધાર્મિક કાર્યો ( સત્યનારાયણ કથા, ભાગવત કથા, ગીતાજી નું વાંચન, ગાયત્રી હવન, ચંડીપાઠ, હનુમાન ચાલીસા પાઠ વગેરે ) કરવા માટે આ માસ અતિ ઉત્તમ છે. આ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન, દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે.



ગીતાજી અનુસાર ધનુર્માસ મહાત્મય :

ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે મહિનાઓમાં માગશર માસ હું છું. એટલે કે ભગવાનને માગશર માસ અતિ પ્રિય છે કે જેમાં તેમની ભક્તિ કરવામાં આવે છે તો તેની વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને આ માગશર માસમાં જ આ ધનુર્માસની શરૂઆત થાય છે એટલે જો આ સમયગાળા દરમિયાન ભગવાનના સ્તોત્ર પાઠ, મંત્ર જપ કરવામાં આવે છે તો પ્રભુને સહેલાઈથી પ્રસન્ન કરી શકે છે. 


ધનુર્માસનો સંબંધ મહાભારત સાથે :

કહેવાય છે કે મહાભારતની શરૂઆત ધનુર્માસમાં જ થઈ હતી અને મહાભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં નરસંહાર થયો હોવાથી આ દિવસોમાં માંગલિક કાર્યો ન કરવાનું એક કારણ માની શકાય છે. આ જ માસમાં ભીષ્મ પિતામહ બાણ શૈયા પર સૂતા હતા અને ધનુર્માસ પૂર્ણ થતાં તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો કેમકે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. 

ધનુર્માસમાં દાનનું મહત્વ :

આ દિવસો દરમિયાન દાન પુણ્ય કરવાનો પણ મહિમા બતાવવામાં આવ્યો છે. જેનાથી આપણને અક્ષયપુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેથી આપણી ક્ષમતા પ્રમાણે કોઇ પણ વસ્તુનું દાન કરી શકાય છે પરંતુ જો આપણી રાશિ પ્રમાણે દાન કરી છીએ તો સવિષેશ ફળ મેળવી શકાય છે. તો આવો આપણે જાણીએ કે રાશિ મુજબ વ્યક્તિએ આ માસમાં શું દાન કરવું જોઈએ.


મેષ રાશિ – આ રાશિના જાતકોએ કાળા અથવા સફેદ તલનું દાન કરવું જોઈએ.

વૃષભ રાશિ – આ રાશિના જાતકોએ ધનુર્માસમાં કપડાં અને કોઈ પણ અનાજનું દાન કરવું જોઈએ.

મિથુન રાશિ – આ રાશિના જાતકોએ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને લીલા મગનું દાન કરવું જોઈએ અથવા ગાયને ઘાસ ખવડાવવું કે નિત્ય રોટલી ખવડાવવી. 

કર્ક રાશિ – આ રાશિના જાતકોએ કોઈ પણ ઋતુફળનું દાન કરવું જોઈએ. તેમજ ગરીબો કે સાધુબાવાને ભોજન પણ કરાવી શકો છો.

સિંહ રાશિ – આ રાશિના જાતકોએ ગોળ અને ચણા દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો અનાજમાં ઘઉંનું પણ દાન કરવું પણ શુભ રહેશે.

કન્યા રાશિ – આ રાશિના જાતકોએ બાળકોને તેના ભણતર સાથે સંકળાયેલી વસ્તુ જેવી કે પુસ્તક, પેન, પેન્સિલ જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

તુલા રાશિ – આ રાશિના જાતકોએ દૂધનું દાન કરવું જોઈએ. અથવા તો કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં ચોખાનું દાન પણ કરી શકો છો. 

વૃશ્ચિક રાશિ – આ રાશિના જાતકોએ દૂધ, દહીં માંથી બનેલી વાનગીની વસ્તુ ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને ખવડાવવી જોઈએ. 

ધનુ રાશિ – આ રાશિના જાતકોએ પશુઓને ઘાસ ખવડાવવું જોઈએ. તેમજ હળદરનું દાન પણ અતિ શુભ રહેશે.

મકર રાશિ – આ જાતકોએ ગરીબોને અડદની દાળ સાથે સરસવના તેલનું દાન કરવું જોઈએ.

કુંભ રાશિ – આ રાશિના જાતકોએ કોઈ પણ મંદિરમાં કાળા તલની સાથે તેલનું દાન કરવું જોઈએ.

મીન રાશિ – આ રાશિના જાતકોએ ચણાની દાળ, હળદર અને પીળા વસ્ત્રોનું કોઈ ભૂદેવને દાન કરવું જોઈએ.

ધન્યવાદ 🙏

અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

Post a Comment

0 Comments