માગશર સુદ 6 થી માગશર વદ 11 "અન્નપૂર્ણા વ્રત" વાંચો વ્રતની પવિત્ર કથા | Annapurna vrat katha

અન્નપૂર્ણા વ્રતકથા

    એક હતો બ્રાહ્મણ. એનું નામ ધનંજય. તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો. એ બ્રાહ્મણને ભગવાને સુલક્ષણા નામની સ્ત્રી આપી હતી. તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી. તે બંને સુખમાં દહાડા પસાર કરતાં હતા. આ સુખમય તેમણે તેમની ગરીબી કાંટાની જેમ કહુચતી હતી. એક દહાડે સુલક્ષણાએ પોતાના હ્રદયની વાત કહેતા કહ્યું, " સાંભળો છો ?"

     ધનંજયે પૂછ્યું."શું છે ?" સુલક્ષણા કહે કે " આ આપનું તે કઈ જીવન છે ! દુનિયામાં ગરીબનો ભાવ કોણ પૂછે છે ? આપની પાસે બે પૈસા હોય તો માણસની ગણતરી થાય." ધનંજયે હસીને જવાબ આપ્યો, " સંતોષી નર સદા સુખી." ભગવાને આપના કર્મ પ્રમાણે આપણને આપ્યું છે." સુલક્ષણા એ કહ્યું." એમ તો મન વાળીને બેઠા જ છીએ ને ?" " છતાં કઈ પ્રયત્ન કરો તો ?"

    સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક છે એમ કહી પછી ધન મેળવવા શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. કેટલાય વિચારો પછી ભગવાન શંકરનું આરધાન કરવા નક્કી કર્યું. નક્કી કરી તે ગયો ભગવાન શંકરનું આરધાન કરવા. ભગવાન શંકરના દેવાલયે. ખાધા પીધા વગર એક દિવસ ગયો, 2 દિવસ ગયા, ત્રીજા દિવસે સુર્ય ભગવાન દેખાયા. 

આ પણ વાંચો - અન્નપૂર્ણા વ્રતના નિયમો

    ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવીને તેમણે તે બ્રહ્મણના કાનમાં " અન્નપૂર્ણા,અન્નપૂર્ણા, અન્નપૂર્ણા " એમ કહ્યું. અવાજ આવતો હતો પણ બોલનાર જણાતો ન હતો તે છો તરફ જોતો વિચારવા લાગ્યો, એ અન્નપૂર્ણા એટલે શું ? વિચાર કરતાં કઈ સમજાયું નહિ એટલે તે બહાર બેઠેલા બ્રાહ્મણને પૂછવા લાગ્યો. ધનંજયનો પ્રશ્ન સાંભળી બ્રાહ્મણ હસતાં હસતાં કહે છે કે," ભૂખે પેટે તને અન્નપૂર્ણા સિવાય બીજું યાદે ય આવવાનું હતું ? જા ઘરે જા અને રોટલા ખા". બ્રાહ્મણોના શબ્દોથી શરમાઈ, નીચું જોઈ ધનંજય ઘેર આવ્યો. મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી. ત્યારે તેની પત્નીએ કહ્યું કે " કરવામાં કઈ નહિ જેને અન્નપૂર્ણા કહ્યું છે, તેની પાસે જાવ. તે જ રસ્તો બતાવશે."

    ધનંજય ફરીથી મંદિરમાં આવીને ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યો.  રાત પડી ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં બ્રાહ્મણ આડો પડ્યો કે તરત જ અવાજ આવ્યો કે " હે બ્રાહ્મણ ! તમે જાગો છો કે નહિ ?"અચાનક બ્રાહ્મણે ઊઠીને જવાબ આપ્યો કે હ જાગું છું. અને કહ્યું ક અન્નપૂર્ણા વિષે વિચાર કરું છું. ત્યારે ભગવાને કહ્યું કે " હવે વિચાર રહેવા દે અને અહીથી પૂર્વ દિશા તરફ જા." ત્યારે બ્રાહ્મણે ભગવાને કીધા પ્રમાણે કર્યું અને રસ્તામાં ડગલે ને પગલે મા અન્નપૂર્ણા નું નામ જપતો જાય. રસ્તે ચાલતા ફળફળાદી જે કઈ મળે તે ખાઈ લે. ચાલતા ચાલતા એક સરોવર પાસે આવ્યો. એ સરોવરે કેટલીક અપ્સરાઓ પૂજન કરી રહી હતી. 

    પૂજન કરીને એક અપ્સરા વાર્તા કહેતી હતી અને અન્ય અપ્સરાઓ વાર્તા સાંભળતી હતી. અન્નપૂર્ણા શબ્દ કાને પડતાં જ ધનંજયને લાગ્યું કે આ અપ્સરાઓ અન્નપુર્ણાની વાર્તા કરતાં લાગે છે. એટલે તે અપ્સરાઓ પાસે જય બે હાથ જોડીને પૂછવા લાગ્યો કે, હે દેવીઓ ! તમે આ શું કરો છો ? કૃપયા કરી મને જણાવશો. 

આ પણ વાંચો - અન્નપૂર્ણા દેવી સ્તોત્ર અનુવાદ સાથે

    ત્યારે એક અપ્સરા કહે છે કે, હે બ્રાહ્મણ ! અમે માગસર સુદ છઠના દિવસથી શરૂ થતાં મા અન્નપૂર્ણાની પૂજા કરીએ છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે દેવીઓ ! આ વ્રત કરવાથી શું થાય ? અને એની વિધિ શું છે ?  ત્યારે એક અપ્સરા કહે છે કે, હે બ્રાહ્મણ ! અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ.આ વ્રત કરવા એકવીસ દોરે એકવીસ ગાંઠો વાળેલો દોરો લેવો એકવીસ દિવસના ઉપવાસ કરવા. જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવા. ત્યારે ધનંજયે કહ્યું કે," હે દેવીઓ મારા પર દયા કરી મને દોરો આપો, હું પણ આ વ્રત કરીશ.તે અપ્સરાઓએ તેને દોરો આપીને કહ્યું કે, " મા અન્નપૂર્ણા તારી તમામ આશા પૂરી કરશે."

    ત્યારબાદ ધનંજયે વ્રત શરૂ કર્યું અને 21 દિવસે વ્રત પૂરું કર્યું. ત્યારે સરોવરમાં હિરામોતી જડેલ એકવીસ પગઠિયાની સીડી જોઈ તે પગથિયાં ઉતરવા લાગ્યો. પગથિયાં પૂરા થતાં જ ત્યાં તેજ તેજના અંબારવાળું મા અન્નપૂર્ણાનું મંદિર જોયું અને તરત જ તે મા અન્નપૂર્ણા ના પગમાં પડી ગયો.ત્યારે મા એ પ્રસન્ન તહી માથા પર હાથ રાખી આશીર્વાદ આપતા કહ્યું કે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.ત્યારપછી ધનંજય આંખો ખોલીને જોવે છે ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં આવી પહોંચ્યો. ભગવાન શંકરના દર્શન કરી ત્યાંથી તે ઘરે જય બધી વાત સુલક્ષણાને જણાવી. દિવસો પસાર થવા લાગ્યા અને એ બ્રાહ્મણ ગરીબમાંથી હવે ધનવાન થવા લાગ્યો અને હવે આખું ગામ એને ઓડખવા લાગ્યું. 

આ પણ વાંચો - મોક્ષદા એકાદશી 2022 માં ક્યારે છે ? જાણો મુહૂર્ત

    પણ બ્રાહ્મણીને આ પૈસા ભોગવનાર કોઈ ન હતું એનું દુખ હતું. તેથી તેને પોતાના પતિને બીજા લગ્ન કરવા કહ્યું પણ ધનંજય આ વાત માનવા તૈયાર ન હતો. પરંતુ સુલક્ષણાની આજીજી થી તે માણી ગયો અને બીજા લગ્ન નવીની સાથે કર્યા.ત્યારપછી અન્નપૂર્ણાના વ્રતના દિવસો આવતા સુલક્ષણાએ તેમને વ્રત કરવા કહ્યું એટલે બંનેઓ મા અન્નપૂર્ણાનું વ્રત કરવા લાગ્યા અને વ્રતના આ દિવસો પસાર થવા લાગ્યા. 

    પણ નવીનીના મનમાં શંકા ગઈ અને જ્યારે એનેખબર પડી કે એ બંને વ્રત કરે છે એટલે તે બળજબરી પૂર્વક પોતાના ઘરે લાવી અને વ્રતમાં ભંગ પાડયો. હવે જ્યારે રાતે ધનંજય નિંદ્રામાં હતો ત્યારે તેના હાથમાં બાંધેલો દોરો કાઢી અગ્નિમાં ફેકી દીધો. આથી મા અન્નપૂર્ણા ખૂબ જ કોપાયમાન થયાં. અને એના પરિણામ સ્વરૂપ અકસ્માતે તેના ઘરમાં આગ લાગી ગઈ. આ વાતની જાણ સુલક્ષણાને થતાં જ તે ધંજયને પોતાના ઘરે લઈ ગઈ જ્યારે નવીની પોતાના પિયારે ચાલી ગઈ. 

    ધનંજયના દુખમાં સુલક્ષણા ધીરજ આપતા કહે છે કે, " મા ના વ્રત માં વિઘ્ન આવ્યું એટલે આપની આ દશા થઈ છે. આપને ફરીથી આ વ્રત કરીશું."સુલક્ષણાની વાત સાંભળતા જ તે ફરી પાછો પેલા સરોવર પાસે મા અન્નપૂર્ણાનું નામ જપતો જપતો પહોંચી ગયો. પેલાની જેમ તે સરોવરમાં ગયો અને મા ના મંદિરમાં પહોંચતા જ મા ના ચરણ પડી ગયો.

આ પણ સાંભળો - અન્નપૂર્ણા 1000 નામ

    મા અન્નપૂર્ણાએ એના પર દયા કરી કહ્યું કે, હે વત્સ ! આ લે મારી સોનાની મૂર્તિ તેનું પૂજન કરજે. તારા મનની બધી ઇચહઓ પૂર્ણ થશે અને સુલક્ષણાએ મારુ વ્રત ખૂબ જ ભાવ ભક્તિથી કર્યું છે એટલે મે તેને પુત્ર આપ્યો છે.  આટલું બોલતા જ મા અંતર્ધ્યાન થઈ ગયા અને ધનંજય કાશીમાં શંકરના દેવાલયમાં પહોંચી ગયો.ત્યાં ભગવાન શંકરના દર્શન કરી તે ઘરે આવ્યો. થોડા સમય પછી સુલક્ષણાની કૂખે પુત્રનો જન્મ થયો. જ્યારે નવીની ના પિયરમાં બધુ જ ચોરી થઈ ગયું અને અંતે ભીખ માંગવાનો વખત આવી ગયો. આ વાતની જાણ સુલક્ષણાને થતાં જ તે નવીનીને પોતાના ઘરે તેડી લાવી અને એક અલગ મકાન આપ્યું તેમજ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી. 

    મા અન્નપૂર્ણા જેવા આ બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા આ વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર તમામને ફળે એવી મા અન્નપૂર્ણા ને અમે પ્રાથના કરીએ છીએ. 

Post a Comment

0 Comments