જે કર્મ ધર્મકૃતિ પંડિત સૌ વદે છે,
યજ્ઞાદિ સર્વ ફળદાયી બને જ તુથી,
તું ચેતનામય એમ વિચારી ચિત્તે,
નિત્યે ત્વદીય શરણે રહું છું. (1)
વિષ્ણુ પયોધિતનયા પતિ શેષનાયિ,
આરામ તે પુરુષ લે શયને પુરાણા,
જે મોહનિદ્રીત બની જગદંબા તુથી,
ઘેર થતા નયન તે નયને ઢળે છે. (2)
આશ્ચર્યકારક ખરે મધુકૈટભો તે,
જે વિષ્ણુકર્ણ મલથી જન્મ્યા જ માતા,
જેને ય વિષ્ણુ શ્રમથી ય હણી શક્યા ના,
તે મુગ્ધ તુથી બનતા જલ્દી હણાયા. (3)
એ દેહ માહિષી અપૂર્વ બળે ભરેલો,
સ્વર્ગ અધિનાયક પરાક્રમ જીતનારો,
ત્રેલોકયશોક કરતો અટકાવતો જે,
ત્રેલોકયતત્વ ગિરિજે રમતે હણ્યો તે. (4)
જે ધૂર્મ લોચન જગે બહુ માન પામ્યો,
હુકારથી તરત રાખ બની ગયો તે,
દૈત્યો વિનાશ કરતી ગિરિરાજ કન્યા,
ક્રોધાન્તકારી નિજ હોમ કર્યો જ તે આ. (5)
જે ચંડમુંડ અસુરો જીતવા ન સહેલા,
જીતી શક્યા ન સુરનાયક કોઈ જેને,
તે દુર્મદોય પરમાંબર તુલ્યરૂપા, માતા !
વિછિન્ન તુજ ખડગથી થઈ પડ્યા તે (6)
જાણે પ્રભાવ જગ, તે શિવદૂત રૂપે,
ગૃહે ગયા અસુરના સુરશ્રેષ્ઠ પોતે,
તેવો પ્રભાવ ફરીથી જગવિખ્યાત કીધો,
તે નામ તું જગમાં શિવદૂત પામી (7)
આશ્ચર્ય છે અમર જે નવ પી શક્યા તે,
શસ્ત્રાભીઘાત કરતા રુધિરેથી જન્મ્યા,
તે રક્તબીજ અયુતે ઉભરાઈ પૃથ્વી,
એ સર્વેને મુખનભે ગળી ગ્રાસ કીધા (8)
આશ્ચર્ય આ અતિ ખરે સુરના અરી બે,
ત્રેલોકય વૈભવ કરે છૂટથી લૂંટે જે,
શસ્ત્રે હણી અરવાની, શંભ-નિશુમ્ભ દૈત્યો,
બેનેય લઈ ગઈ જ માત ! તું સ્વર્ગ માંહે (9)
સૃષ્ટિ બધી પ્રલયકાળ હુતાશને આ,
થાયે જ અસ્ત પળમાં તુજ તેજથી આ,
તેમાં પડી મગતરા સમ દાનવેન્દ્રો,
થાયે જ ભસ્મ નહિ કોઈ નવાઈ માતા (10)
હું શું તને વરણવું તુજ ભક્તવૃંદે તારો,
પ્રતાપ તુજ ભક્તિ વધારનારો,
હું શું કરું સ્તવન દુઃખથી દુઃખી લોકે,
તારો પ્રતાપ તુજ પ્રેમ વધારનારો (11)
ડાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર,
માતા ! સૂચિહ્ન સુહવે ત્યમ હસ્ત બીજે,
સ્નેહે ગદા ધરતી ખેત તું હસ્ત ત્રીજે,
અંબા ભજે અરુણ શી ખરે તેહ ધન્યો (12)
કામાધીરૂઢ પરમાણુ બીજ તારું,
જેઓ સ્મરન્ત ભજતાં પ્રતિદિન માતા,
માયાથી અંકિત સુધારસ બિંદુનાદે,
તે ભોગવે સુહવંતુ જ અતિન્દ્ર રાજ્ય. (13)
આવાહનો, યજન,વર્ણન અગ્નિહોમ,
કર્માપણો તું જ વિસર્જન, આદિ દેવી,
મેં મોહમુગ્ધ બનતા અપરાધ આવો,
કીધી ક્ષમા સર્વ એ કરજો જ દેવી (14)
તું સર્વ જંતુ-હૃદયે રહી તંતુ રૂપે,
તોયે પ્રકાશતી જ સર્જન રૂપમાં તું,
તું શબ્દથી પર, કરું તુજ વર્ણને શું ?
હું દિન છું, જન વળી જગદમ્બે ભોળો (15)
જેઓ ત્રિકાળ, હરરોજ સુરાવિનાશી,
ચંડી ચરિત્ર ભણશે ભુવી આ અતુલ,
શ્રીમાન સુખી અશુરસેવીત થાય યોગી,
દીર્ઘાયુષી, કવિગણે બને ચક્રવર્તી (16)
ત્રેલોકયનો નાથ જ શંભુનાથ,
છે નામ બીજું વળી સિદ્ધનાથ,
આ સ્તોત્ર કીધું જ કૃપાથી તેની,
પૃથ્વી ઘરે આગમ જાણનારે (17)
વિગ્યપ્તિ કો ભક્ત તણી સ્વીકારી,
દેવી તણી પ્રેમળ પ્રેરણાથી,
કીધું જ ભાષાંતર ગુર્જરામાં,
આપ્યું સદા માત પદે ' ગજેન્દ્ર '(18)
0 Comments