Live Jagannath Rathyatra 2023 | ઘર બેઠા નિહાળો દરેક જગ્યાએથી અષાઢી બીજની રથયાત્રા 🙏

ઓરિસ્સાના પુરી ખાતેનું હાલ મંદિર લગભગ  800 વર્ષથી પણ વધુ જૂનું છે જે ચાર પવિત્ર ધામોમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્તોને અષાઢી બીજના દિવસે રથ યાત્રાનો રથ ખેંચવાનું સૌભાગ્ય મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર તે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન સ્વયં શહેરમાં આવે છે અને લોકોને દર્શન આપે છે અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બને છે. સૌથી મહત્વની વાત એ છે કે રથયાત્રાના દિવસે કોઈ પણ મંદિર કે ઘરમાં પૂજા કરતું નથી અને સામૂહિક રીતે આ તહેવાર કરે છે, હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકો પણ આ ઉત્સવ ઉજવે છે અને તેમાં કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી.

જગન્નાથ પૂરી Live રથયાત્રા 2023 જોવા માટે અહિયાં ક્લિક કરો

અમદાવાદ Live રથયાત્રા જોવા માટે અહિયાં ક્લિક કરો

ભાવનગર  Live રથયાત્રા જોવા માટે અહિયાં ક્લિક કરો

પ્રશ્ન 1 : રથયાત્રા શું છે ?

રથયાત્રા એ ભગવાન જગન્નાથને સમર્પિત મુખ્ય હિંદુ તહેવાર છે, જે ભગવાન વિષ્ણુના અવતાર છે, જે ભારતમાં પુરી ખાતે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રશ્ન 2 : રથયાત્રા ક્યારે ઉજવવામાં આવે છે ?

રથ યાત્રા અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે જગન્નાથપુરી થી પ્રારંભ થાય છે. આ રથ યાત્રા 10 દિવસની હોઈ છે.

પ્રશ્ન 3 : આપણે શા માટે રથ જાત્રા ઉજવીએ છીએ ?

રથયાત્રા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રાને સમર્પિત છે.  રથયાત્રા ભગવાન જગન્નાથ અને તેમના બે ભાઈ-બહેનોની જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર સુધીની વાર્ષિક યાત્રાની ઉજવણી કરે છે.

પ્રશ્ન 4 : રથયાત્રામાં કયા ભગવાન હોય છે ?

ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ની પૂજા કરીને જગન્નાથ રથયાત્રા ઉજવવામાં આવે છે.

Post a Comment

0 Comments