ચૈત્ર માસમાં વાંચો ઓખાહરણ | ભાગ 8 , કડવા 71 થી 80 | Okhaharan in gujarati pdf lyrics

કડવું-૭૧

અનિરુદ્રને શ્રીકૃષ્ણ પાસે ગરુડ લઈ આવે છે :

ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ;

તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ૧.

ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર;

પાણી પેલું પીધું હતું તે, ઠાલ્વયું તે ઠાર. ૨.

ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત;

પાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત. ૩.

ત્યાંથી આઘેરો ચાલી, કુંવરને કોટે નાગ;

નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ૪.

ભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર;

કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ૫.

ઓધવ ને અકુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન;

તમે રે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. ૬.


કડવું-૭૨

અનિરુદ્રને શ્રીકૃષ્ણ દ્રારા સલાહ :

આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;

મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. ૧.

કુબજા પેલી રાંટી ટુટી, કંસરાયની દાસ;

મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨.

નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;

તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. ૩.

તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;

જાંબુવંતી રીંછડી, તેને માનિતી કહી બોલાવી. ૪.

તું મારો દીકરો, ધન તારી માનું પેટ;

બીજા સર્વે દીકરા, તે દેવે કરી વેઠ. ૫.

આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;

રૂડી નારી દેખીએ, તો હરણ કરી લઈ જઈએ. ૬.

ઓધવ ને અક્રુર બે હસીઆ, ખડખડ કાઠયાં દાંત;

રૂડી શિખામણ છોકરાને, દયો છો જાદવનાથ. ૭.

આવી શિખામણ, છોકરાંને જો દેશો તમે શ્યામ ;

તો તો પડશે મૂકવું, જરર દ્વારિકા ગામ રે. ૮.


કડવું-૭૩

શ્રીકૃષ્ણ બાણાસુર વચ્ચે નો વાર્તાલાપ :

કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય;

જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. ૧.

હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં અમારી નથી અમારે નાય;

જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય. ૨.

સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ;

દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. ૩.

બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન;

નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. ૪.

એ ભરવાડો એ પિઢારો, ગોકુળમાં ચારી ગાય;

માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. ૫.

સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર;

હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ૬.

ખડક ખાંડા ને તંબુર ઝેર, ગોળા હાથ ને નાળ;

ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમર ને ભીંડીમાળ. ૭.

લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર;

જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર. ૮.

કો જોજન કો બે જોજન ઊચા, કોને સમ ખાવા નહિ શીશ;

વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. ૯.

બુમરાણ કરતા આવી પડીઆ, જાદવની સેના માંહ્ય;

ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. ૧૦.

પરિઘ ત્રિશુળ ને પડે કોવાડા, મુગદર ને વળી ફરસી;

સંગ્રામ સહુ સેના કરે, આયુધ્ધ ધારા રહી વરસી. ૧૧.

જોઘ્ઘા દેખી જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર;

તૂટે કુંભસ્થળ ફુટે દંતશુળ, ચાલે નીર રુધિર. ૧૨.

બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે;

વાંકડી તરવારો મારે, ખડગને છડાકે ૧૩.

તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ;

સર્વે જોધ્ધા મારી કરીને, પાછા વળ્યા ભગવાન. ૧૪.

(વલણ)

પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે;

સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે. ૧૫.


કડવું-૭૪

શંખ શબ્દ તે વિશાળ, રિપુ દૈત્યને વિદારણ;

કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. ૧

શબ્દ કીઘો શંખનો ત્યાંય આવ્યા હરિ એ તો જણાયો;

ઘ્ુજ ઘરા શબ્દ થકી ઓ ગાજે હળઘર સાત્યકી. ૨

બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે;

ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી. ૩

જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ;

અનુચર આવ્યો તે લાવ્યો વાત, આવ્યું છે દળ અસંખ્યાત ૪

મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા;

દુંદુભથી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે ચઢે. 

ત્યાં નપ થયા તૈયાર સૈન્ય આગળ થઈ તે વાર

પાખર બખતર ઘુઘરમાળ ડચકારે ઘોડા દે ફાળ. ૬ 

મોર દામણિ ફુમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે;

વાંદરા વાદે નાચતા ઊટ , ઘોડાને પાણી પંથા. ૭

કાળા કાબર ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી;

હાંસાળો હણહણીયો જેહ, કાળા પછી કાબરો તેહ. ૮

પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે વાંકડિયા કેશ;

રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિસે અને મરડે દંત. 

પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય;

ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. ૧૦

રીસે અંતરમાં ચડચડે , રણ રાય બાણાસુર ચઢે;

ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ૧૧

ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ;

બ્રહ્મ લોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ૧૨

ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહિ જવા દઉ કુશળ ફરી;

ઉન્મત જાદવ ઉછળે , ત્યાયં મારો મારો કહેતા જાય ૧૩

કુવારી કન્યા કપટે વર્યો, અનિરુદ્રે અન્યાય કયો

કુડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ૧૪

ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમે લઇ આવ્યા છીએ જાન;

જો વિધાતાએ કીધો સંબંધ, કરીએ આપણે પૂરો સંબંધ . ૧૫

ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ;

એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. ૧૬

બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારગ;

કડાઝુડ બે કટક થયાં, ઉઘાડા આયુદ્ધ કરમાં ગ્રહ્યાં. ૧૭

ખાંડાં ફરસી ને તરવાર, કો કહાડે માથેથી ભાર;

પરીઘ તોમર ગદા મુસળ , ગાજે રામઘરી મુશળ ૧૮

છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે;

દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. ૧૯


કડવું-૭૫

બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વાકયો કહે છે :

અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને તું મારી સામે આવ્યો

અલ્યા નીચ ગોવાળીયા જાત કહાવ્યો, મારી સાથે નહિ જાય ફાવ્યો. ૧.

અલ્યા ગોકુળેમાંહી તું ગાલવડી ચારતો, પનીહારી કેરાં તું ચીર હરતો,

હાથે લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષેએ તું રે ફરતો.  ૨.

સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચમકે,

મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, અને શેષ સળકે. ૩.


કડવું-૭૬

બાણાસુરના બઘા હાથોનું શ્રીકૃષ્ણ દ્રારા છેદન :

એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;

બાણાસુરના હાથ છેદવા વિચાયું ગોપાળ. ૧.

કોપ કરી શસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;

હાથ છેદાયા બાણાસુરને, તેનો કહું વિસ્તાર. ૨.

રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;

મહાદેવજીએ હાથ આપ્યા, માટે જઉ કૈલાશ. ૩.

નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;

તારા કુંવરના હાથ વાઢિયા, કહો વલે શી થાય ? ૪.

વલણ સમાચાર નારદે કહ્યા સાંભળી કોટરા જાય રે

ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાય રે.


કડવું-૭૭

બાણાસુર ની પત્નિ નું વણૅન :

શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે,

જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે. ૧.

માથે કેશ વાંસની જાળ, વેવાણ૦

જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ0૦ ૩.

એની આંખ અંધારો કુપ, વેવાણ૦

જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ0૦ ૪.

હળદાંડી જેવા દંત, વેવાણ૦

દીઠે જાએ એનો અંત, વેવાણ૦ પ.

કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ૦

કાને ઊંટના ઓગનીયા, વેવાણ0૦ ૭.

પગે રીંછ કલ્લાં વિકરાળ, વેવાણ૦

કેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ૦ ૮.

વાંકડા સરપ એને હાથે, વેવાણ૦

બળતી સગડો મુકી માથે, વેવાણ0૦ ૯.

જેની પીઠ ડુંગર શાં ડોઝાં, વેવાણ૦

એના મસ્તકમાં ફરે રોઝાં, વેવાણ૦ ૧૦.

મુખ બોલે વચન વિકરાળ, વેવાણ૦

દેખી પડે ફાળ, વેવાણ૦ ૧૧.

કોટરા આવ્યા જ્યાં મોરાર, વેવાણ૦

કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ૦ ૧૨.

શ્રીકૃષ્ણ બાણાસુર ની પત્નિ કરગરી

કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ;

જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. (૧)

કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક;

દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. (૨)

ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ;

નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ. (૩)

રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ;

શિવ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. (૪)

એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ;

કહી કહેવા લાગિયો બાણ નમાવી શીશ

સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ.

વઠવા માટે ચાલિયાં મનમાં ઘરીને રીસ (૫)

(વલણ)

મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે;

સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. (૬)


કડવું ૭૮

શ્રીકૃષ્ણ શિવ સંવાદ અને યુદ્ધ

એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય;

મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? (૧)

બડબડતા ગણેશ ચાલ્યા, ઉદરડે અસવાર;

મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર (૨)

સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય

સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય. (૩)

ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર;

દડુક ચાલે ભૂતડાં, રખાને અંતર (૪)

હરિ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો;

અસુર નુ ઉપરાણું કરી, શાને વઢવા આવ્યો. (૫)

શંકર મુખેથી બોલ્યા; આવી લાગી મનમાં જ્વાળ

સનમુખ આવી ઊભા રહી, ભાડવા માડી ગાળ. (૬)

હે કાળા અરજુનના સાળા, ભર્યા ઉચાળા જેહ;

મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. (૭)

મારી માસી પુતના ને, દહીંના લીધાં દાણ;

મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન. (૮)

આહિરડામાં ઊછયો નથી વાત મારી અજાણી;

ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી. (૯)

મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ;

આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ. (૧૦)

ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો;

બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો(૧૧)

રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી;

ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારિ. (૧૨)

અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેઃ

જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. (૧

પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી;

ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી. (૧૪)

ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો

તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? (૧૫)

વચન એવું સાંભળીને, કોપીઆ શિવરાય;

કડાક દઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય. (૧૬)

ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય;

માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. (૧૭)

ગણપતિ ને કુંવર પ્રદ્યુમન; વઢતા બંને કુમાર;

વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારામાર. (૧૮)

વીરભદ્ર ને બળરામ સામા; યુદ્ધ કરે માંહેમાંહે;

શેવ ને શામળિયો વઢે; ત્યાં જોવા સરખું થાયે. (૧૯)

કાળભૈરવ કપાળભૈરવ, તૈક્ષણભૈરવ સાર;

સંહારભૈરવ ક્રોધભૈરવ, દંભભૈરવનો સાથ. (૨૦)

ઉગ્રસેન વીરસેન, બે બળિયા જોદ્ધા કહેવાય;

આપ આપના ભીરુ લઈ નેં, યુદ્ધ કરે રણમાંય (૨૧)

ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે;

અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. (રર)

કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ;

તલવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યાં ટચ. (૨૩)

કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે;

કોઈને માર્યા ચાકું વળી, ભોંગળને ભડાકે. (૨૪)

જાદવ કેરા મારથી, બહુ ઝોળીએ ઘાલ્યા જાય;

કોને રણમાં રોળીએ, તેની થરથર ધુજે કાય. (૨૫)

પરીઘ ત્રિશુળ તંબુર ફરશી, હસ્ત નાળ છૂટે સુસરાટ;

ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. (૨૬)

અસ્થિ ચર્મ ને માંસની બે, પાળ બંધાઈ ગઈ;

સાગર શું સંગમ મળ્યો, એમ શોણિતપુરમાં સરિતા વહી. (૨૭)

પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત;

રસ નારું ને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત. (૨૮)

રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય;

રોગના વરસાદથી કોઈથી; ઊભું ન રહેવાય. (૨૯)

રોગના વરસાદથી, ચઢી હરિને રીસ;

તાવની ટોળી બાંધીને, છેદવા માંડ્યા શીશ. (૩૦)

તાવ વાણી બોલીઆ, રહેવાને આપો ઠામ;

તમે અમને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? (૩૧)

પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ;

તાવ કહે આ કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. (૩૨)

મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણાં શરણ;

ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ. (૩૩)

તેનાં સ્વપ્નાંતરમાં જઈને તો છેદી નાખજો શીશ;

તાવની વાણી સાંભળીને, એમ બોલ્યા શ્રી જગદીશ. (૩૭)

ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;

કોલ લઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ. (૩૮)

શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો હું કહું રાય;

વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય. (૩૯)

શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;

ઇશ ને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર. (૪૦)

વજ્જાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;

ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર. (૪૧)

નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયા ઇશ;

ગરુડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. (૪૨)


કડવું-૭૯

શ્રીકૃષ્ણ શિવનુ બ્રહ્માએ કરાવેલ સમાધાન :

આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી;

વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧)

શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી;

હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨)

શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી;

વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (3૩)

કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી;

બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪)

શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી;

અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫)

વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી;

મદમત્સર અહંકારથી તેં, ખોયા હજાર હાથજી. (૬)

બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારું શીશજી;

બાણાસુર ચરણે ચાલ્યો , સાંભળો ઉમીયા ઇશજી. (૭)

(વલણ)

મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે;

તેના કરતાં જાન તેડાવું પછી પરણાવું રે. (૮)


કડવું-૮૦

દ્વારિકાથી શ્રીકૃષ્ણ પરિવાર ને શોણિતપુર તેડાવ્યાં :

હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગિયાં રે;

ત્યાં દાનવનું શું જોર, મળ્યા મન માનીઆ રે. (૧)

બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક રે, દુઃખ ભાગિયાં રે;

તેમાં શી વઢવાઢ, મળ્યા0૦ (૨)

શિવે બાણ કૃષ્ણને નમાવીઓ, દુઃખ૦

શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા0 (૩)

કાપ્યા કરની પીડા મટી, દુઃખ૦

જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા0૦ (૪)

હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ૦

તેડાવો સઘળો પરિવાર, મળ્યા૦ (૫)

સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણી, દુઃખ૦

તેડવા જાદવની નાર, મળ્યા૦ (૬)

તેડો છપ્પન કોટિને, દુઃખ૦

વળી તેડ્યો સહુ પરિવાર, મળ્યા0 (૭)

તે ગરુડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ૦

ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા0૦ (૮)

તેડી શોણિતપુરમાં આવિયાં, દુઃખ૦

આવી જાદવની સર્વે નાર, મળ્યા0૦ (૯)

જાનીવાસ આપ્યા મન માનતા. દુઃખ૦

તેમાં ઉતર્યા છપ્પન કોડ, મન માનિયાં રે. (૧૦)

Post a Comment

0 Comments