સપ્તશ્લોકી ગીતા અર્થ સાથે
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્ મામનુસ્મરન
યઃ પ્રયાતિ ત્યજન્ દેહં સ યાતિ પરમાં ગતિમ્ (1)
હે અર્જુન ! જ મનુષ્ય દેહને છોડતી વખતે ૐ ના એકાક્ષર બ્રહ્મનું ધ્યાન કરતાં મારુ સ્મરણ કરે છે, તેઓ અવશ્ય મોક્ષ મેળવે છે.
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્ પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ .
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંઘાઃ (2)
હે હૃષીકેશ ! આપણા નામનો જપ કરીને આ જગત આનંદિત થાય છે અને આપનામાં અનુરાગ કરે છે અને રાક્ષસ ભયભીત થઈને દસે દિશામાં નાસતા ફરે છે અને સંપૂર્ણ સિધ્ધોના સમુદાય આપણે નમસ્કાર કરે છે તે જ યોગ્ય છે.
ભગવદ ગીતા અધ્યાય 1 - અર્જુનવિષાદ યોગ
સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ .
સર્વતઃશ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ (3)
હે અર્જુન, તે પરબ્રહ્મના બધી જગ્યાએ હાથ અને પગ છે, તેની બધી જગ્યાએ નેત્ર, શિર, મુખ અને કાન છે. તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ રહ્યો છે.
કવિં પુરાણમનુશાસિતાર- મણોરણીયાંસમનુસ્મરેદ્યઃ
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ (4)
જે સર્વજ્ઞ અનાદિ, સંપૂર્ણ જગતનો નિયંતા, સૂક્ષ્મથી સુક્ષમ બધાનો પોષક, અચિંત્યરૂપ, સુર્ય સમાન તેજસ્વી અને અંધકારથી પર પુરુષ છે, તેનું સ્મરણ કરે છે.
ઉર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ .
છન્દાંસિ યસ્ય પર્ણાન યસ્તં વેદ સ વેદવિત્ (5)
ભગવાને કહ્યું, હે અર્જુન ! આ સંસારમાં એક વિનાશી અશ્વત્થ છે, તેનું મૂળાક્ષર અને અક્ષરથી પણ ઉપર અર્થાત ઉત્તમ પુરુષ ભગવાન છે, તેની શાખાઓની સનીચે ફેલાયેલી છે. સંપૂર્ણ વૈદિક, કર્મકાંડ તેના પાંદડા છે. જે આ અશ્વત્થઅર્થાત વારંવાર નષ્ટ થઈને ફરી બનવાની અવિનાશી વૃક્ષને જાણે છે, તે વેદાર્થનો જાણનાર છે.
સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ .
વેદૈશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ (6)
હું જ સંપૂર્ણ જીવોના હ્રદયમાં અંતર્યામી રૂપથી પ્રવેશ કરું છું, મારી જ મારફત પહેલા કરેલા વિષયોનું સ્મરણ થાય છે. આ બધાનો અભાવ પણ મારી જ મારફત થાય છે. હું જ બધા વેદોથી જાણવા લાયક છું અને વેદાંતનો કરતાં તથા વેદોનો જાણનાર પણ હું જ છું.
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ
મામેવૈષ્યસિ સત્યં તે પ્રતીજાને પ્રિયોઅસિ મે (7)
હે અર્જુન ! તું મારામાં મન પ્રોવીને મારી ભક્તિ કર. મારુ પૂજન કર અને મને નમસ્કાર કર. જો આવું કરીશ તો છેવટે મારામાં આવી મળી જઈશ. તું મારો પ્રિય છે, તેથી હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું, અર્થાત મે તને અનેક પ્રકારથી આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને ધર્મ-અધર્મમાં ભ્રમ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન છે. તે બધાને તું આ જ્ઞાનની મદદથી હઠાવી દૂર ફેકી દે.
0 Comments